શોધખોળ કરો
અનુપ જલોટા સાથેના સંબંધને લઈને જસલીને કર્યો મોટો ખુલાસો
1/4

મુંબઈઃ બિગ બોસ 12ના વીકેન્ડ વારમાં આ વખતે 2 કન્ટેસ્ટન્ટ ઘરની બહાર થયા છે. જસલીન મથારું અને મેઘા ધાડે શોમાંથી બહાર થઈ ગયા છે. ઘરની બહાર આવતા જ જસલીને અનુપ જલોટા સાથેના પોતાના સંબંધ પર મોટો ખુલાસો કર્યો છે. જસલીને કહ્યું કે, અનુપ જલોટા મારાત પિતાના મારો જન્મ થયા તે પહેલાથી ઓળખે છે. હું બાળપણથી તેમની પાસે સંગીત શીખી રહી છું અને અમારી વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ છે.
2/4

જસલીને કહ્યું કે, તેમનો સંબંધ માત્ર મજાક હતો. આવું માત્ર દર્શકોને મનોરંજન માટે કરવામાં આવ્યું હતું. જસલીને મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે આ સીઝનની થીમ જોડી હતા તો મેં જ અનૂપજીને કહ્યું હતું કે આપણે શોમાં ગુરુ-શિષ્યની જોડી તરીકે જઈશું, પરંતુ જ્યારે સલમાન ખાને ઓપનિંગ ડે પર અમે બંનેને દર્શકોને મેળવ્યા તો મેં મજાકમાં કહ્યું કે અનૂપજી અને હું છેલ્લા 3 વર્ષથી સાથે છીએ. ત્યારબાદ હું ઘરમાં પણ આ સંબંધને લઈ આવું જ નાટક કરતી રહી.
Published at : 10 Dec 2018 07:13 AM (IST)
Tags :
Anup JalotaView More





















