શોધખોળ કરો
Bigg Boss 12 : શ્રીસંતને ટક્કર આપી દીપિકા કક્કડ બની વિજેતા
1/3

મુંબઈ: બિગ બોસ સીઝન 12ની ટ્રોફીને તેનો હકદાર મળી ગયો છે. રવિવારના ગ્રાન્ડ ફિનાલેમાં દીપિકા કક્કડની બિગ બોસ 12ના વિનર તરીકે પસંદગી કરાઈ છે. દીપિકાએ સેલિબ્રિટી કંટેસ્ટેંટ તરીકે શોમાં ભાગ લીધો હતો અને 15 સપ્તાહમાં સફળતામાંથી પસાર થઇ આખરે શો ની વિજેતા બની છે. બિગ બોસ શોમાં તેની ટક્કર તેના સૌથી સારા સાથી શ્રીસંત સાથે હતી. શ્રીસંત શો માં રનર-અપ રહ્યો હતો.
2/3

દીપક બહાર થયા બાદ જીત માટે સીધી ટક્કર દીપિકા કક્કડ અને શ્રીસંતની વચ્ચે હતી. રંગારંગ ફિનાલેમાં દીપિકા અને શ્રીસંતની વચ્ચે ખૂબ જ સસ્પેંસ ક્રિએટ કર્યા બાદ સલમાન ખાને દીપિકાને વિજેતા તરીકે જાહેર કરી હતી.
Published at : 31 Dec 2018 03:38 PM (IST)
View More





















