શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ધોળે દિવસે આ એક્ટરને ગોળી મારી દેતાં થયું મોત, ફિલ્મ જગતમાં ચકચાર મચી
ભોજપુરી એક્ટર મિથલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર મુફ્ફલિસ પોલીસ સ્ટેશનના આધારપુર ગામ જઈ રહ્યો હતો.
પટનાઃ વધતી ગુનાહિત ઘટનાઓના કારણે બિહાર પોલીસ ટીકાકારો અને વિપક્ષના નિશાના પર છે. રાજ્યમાં સુશાદનનો દાવો કરતી નીતિશ કુમારની સરકાર હોવા છતાં અપરાધી એક બાદ એક ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સમસ્તીપુર જિલ્લામાં મંગળવારે કેટલાક તત્વો દ્વારા ધોળે દહાડે ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતાની ગોળી મારીને હત્યા કરી હતી.
આ દુર્ઘટના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જે લોકોએ આ ઘટના જોઈ એણે તરત જ પોલીસને ઘટનાની જાણ કરી અને તાત્કાલિક લોહીથી લથબથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે આ માત્ર બોડી છે એમાં જીવ નથી રહ્યો.
ભોજપુરી એક્ટર મિથલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર મુફ્ફલિસ પોલીસ સ્ટેશનના આધારપુર ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તે આધારપુર પંચાયતના ખાદી ભંડાર ચોક પાસે પહોંચ્યો ત્યારે બાઇક સવાર બદમાશોએ ઓવરટેક કર્યું હતું. થોડીવાર સુધી બાઇક સવાર બદમાશો અને મિથલેશ વચ્ચે વાતચીત થઈ હતી. જે બાદ એક બદમાશે મિથલેશ પર ફાયરિંગ કર્યું હતું.
ગોળી સીધી એક્ટરની છાતી પર જ લાગી. ગોળી લાગતા તે જમીન પર પડી ગયો અને બાઈક પર સવાર લુખ્ખાઓ ત્યાંથી ભાગી ગયા. આસપાસના લોકો દોડીને અભિનેતા પાસે પહોંચ્યા. તરત જ પોલીસને ઘટના વિશેની તમામ સુચના આપી અને મિથલેશને સારવાર માટે સમસ્તીપુર સદર હોસ્પિટલ ખેસડવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે હત્યા કેમ અને કોણે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે.
મિથલેશ પૂર્ણિયા જિલ્લાના નયા ટોલાનો રહેવાસી હતો. તે ભોજપુરી ફિલ્મોમાં અભિનયની સાથે જ સમસ્તીપુરમાં દવા કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કાર્ય કરતો હતો. ઘટનાની જાણ થતાં ડીએસપી પ્રીતિશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે આ અંગે જલદી ખુલાસાનો દાવો કરીને આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion