મુંબઈ: બોલીવૂડ અભિનેતા ફરખાન અખ્તર પત્ની અધુના સાથે ડિવોર્સ બાદ શ્રદ્ધા કપૂરને ડેટ કરી રહ્યો હોય તેવા ન્યૂઝ સામે આવ્યા હતા. પરંતુ હાલ ન્યૂઝ સામે આવ્યા છે કે શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરનું બ્રેકઅપ થયું છે, કારણે ફરહાનની લાઈફમાં એક નવી લેડીની એન્ટ્રી થઈ છે.
2/4
ફરહાન અને શિબાની વર્ષ 2015થી એકબીજાને ઓળખે છે. શિબાનીએ ત્યારે એક શોમાં ભાગ લીધો હતો, જેને ફરહાન હોસ્ટ કરી રહ્યો હતો. શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરે આ મુદ્દો કોઈ પ્રતિક્રીયા નથી આપી. ફરહાન સાથે શિબાની ધણીવાર સાથે પણ જોવા મળી છે ત્યારે સોશયલ મીડિયામાં આ બંનેના અફેર્સની ચર્ચાએ જોર પકડ્યું છે.
3/4
ફરહાન અખ્તર હાલ ધ સ્કાઈ ઈઝ પિંકની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં પ્રિયંકા ચોપરા અને જાયરા વસીમ પણ છે. આ ફિલ્મની ડાયરેક્ટર સોનાલી બોસ છે.
4/4
રિપોર્ટ્સની જાણકારી મુજબ ફરહાન અને શ્રદ્ધા હવે એક-બીજાથી અલગ થઈ ગયા છે. ફરહાન હાલમાં 37 વર્ષની એક્ટ્રેસ અને સિંગર શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે.