શોધખોળ કરો
બોલિવૂડના સ્ટાર એક્ટરના ભાઈનું થયું નિધન, ફિલ્મ સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક
બોલિવૂડના સ્ટાર એક્ટર અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેના અચાનક નિધનથી દેવગન પરિવારમાં શોકનો માહોલ છે.
![બોલિવૂડના સ્ટાર એક્ટરના ભાઈનું થયું નિધન, ફિલ્મ સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક Bollywood actor Ajay Devgn s Brother Anil Devgn Passes Away બોલિવૂડના સ્ટાર એક્ટરના ભાઈનું થયું નિધન, ફિલ્મ સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/06232929/anil-devgan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(અનિલ દેવગનની ફાઇલ તસવીર)
મુંબઈઃ બોલિવૂડના સ્ટાર એક્ટર અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેના અચાનક નિધનથી દેવગન પરિવારમાં શોકનો માહોલ છે. આ વાતની જાણકારી ખુદ અજય દેવગને સોશિયલ મીડિયા પર આપી હતી. પોતાના ભાઈની તસવીર શેર કરીને અજ્યે લખ્યુ, મેં ગઈકાલે રાતે મારો ભાઈ અનિલ દેવગન ગુમાવી દીધો છે. તેના અચાનક નિધને અમારો સમગ્ર પરિવાર તોડી નાંખ્યો છે.
અજય દેવગને આગળ લખ્યું, ફેમિલી અને હું તેની યાદોની વાગોળીશું. તેની આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરીશું. મહામારીના કારણે પ્રાર્થના સભા નહીં રાખીએ.
અનિલ દેવગને 1996માં આવેલી સની દેઓલ, સલમાન ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ જીતથી અસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કરિયર શરૂ કરી હતી. વર્ષ 2000માં આલી અજય દેવગનની ફિલ્મ રાજુ ચાચાથી તેણે બોલિવૂડમાં નિર્દેશક તરીકે ઈનિંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં કાજોલ, ઋષિ કપૂર, સંજય દત્ત મહત્વના રોલમાં હતા.
રાજુ ચાચા અજય દેવગનની પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મ હતી. 2005માં બ્લેકમેલ, 2008માં હાલ-એ-દિલમાં નિર્દેશક તરીકે કામ કર્યુ હતું. અજય દેવગનની અન્ય ફિલ્મ સન ઓફ સરદારમાં તે ક્રિએટિવ ડાયરેક્ટર હતા.
અજય દેવગનના ભાઈના નિધનના સમાચાર મળ્યા બાદ અભિષેક બચ્ચન, ઉર્મિલા માતોંડકર, બોની કપૂર, આયશા શ્રોફ, મુકેશ છાબડા સહિત અનેક સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)