શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ એક્ટ્રેસની માતાનું નિવેદન, કહ્યું- ‘જો 10 હાથ હોય તો બધા હાથે મોદીને મત આપું’
અનુપમ ખેરે પોસ્ટ કરેલા વીડિયોમાં જોવા મળે છે કે માતા દુલારી ખેર મોદીના ભરપેટ વખાણ કરે છે. તેમજ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર’ નારા પર પણ દુલારીએ પ્રતિક્રિયા આપી છે.
નવી દિલ્હીઃ લોકસભા 2019 ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. જેમાં એનડીએને બહુમત મળતું સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓની સાથે સાથે બોલિવૂડ અભિનેતા પણ સોશિયલ મીડિયામાં પોતાના વિચાર વ્યક્ત કરતાં જોવા મળી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અનુપમ ખેરે પોસ્ટ કરેલા વીડિયોમાં જોવા મળે છે કે માતા દુલારી ખેર મોદીના ભરપેટ વખાણ કરે છે. તેમજ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર’ નારા પર પણ દુલારીએ પ્રતિક્રિયા આપી છે. દુલારી બોલી રહ્યાં છે કે, મને મોદી ખુબ ગમે છે. તે સારા માણસ છે. તેમણે કેટલા સારા કામ કર્યા છે. મોદીને ગરીબો દુઆ આપતા હશે. તેમણે આગળ વાત કરતા પીએમની વારાણસી સભાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મોદી જ જીતશે. જો મારે 10 હાથ હોય તો હું 10 હાથોથી મોદીને મત આપું. અનુપમ ખેરે આ વીડિયો #DulariRockની સાથે શેર કર્યો છે. તેમજ અનુપમે લખ્યું છે ક, ‘exit polls પહેલા જ મારી માતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો. પરંતુ મે આ વીડિયો મોડો અપલોડ કર્યો છે. હું મતદાન પૂરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો. તમે જોઈ શકો છે કે મારી માતા મોદીને શા માટે મત આપવા માંગે છે. તેની છેલ્લી લાઈન વધારે દમદાર છે.’Much before exit polls, Mom had given her verdict. Didn’t post it. Was waiting for the voting to get over completely. But now you can watch why she thinks @narendramodi ji should win. Her last lines , “दस हाथ होते तो भी उसी को वोट डालती” is the clincher.🙏🤓😍 #DulariRocks #JaiHo pic.twitter.com/43jVlmuzSf
— Anupam Kher (@AnupamPKher) May 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement