ઈરફાને કહ્યું કે, જેમ બધું સામે આવે છે તેમ સ્વીકારી લઉં છું. કોઈ પ્લાનિંગ નથી કરતો. આ અનુભવ નવો છે અને ખૂબ સારો પણ. મને ઘણીવાર લાગે છે કે મારું મગજ મારી સાથે હેરફેર કરે છે. મને અહેસાસ થાય છે કે કોઈ ખાસ વસ્તુ મારી આસપાસ મિસિંગ છે. દુનિયા દરેક ક્ષણે પ્લાનિંગથી ભરપૂર છે પણ મારી પાસે કોઈ પ્લાન નથી. જિંદગી ઘણા બધા રાઝ છૂપાવીને રાખે છે. જિંદગી ઘણું આપે છે પરંતુ આપણે તેને પામવાની કોશિશ નથી કરતા. હું આજે એ જગ્યાએ છું જ્યાં આ બધું કરી શકું છું. હું ખરેખર નસીબદાર છું.
2/6
ઈરફાન ખાને ટ્વિટ કરીને પોતાના ફેન્સને તેની બીમારી અંગે જાણકારી આપી હતી. ઈરફાન ખાનની ફિલ્મ કારવાં 3 ઓગસ્ટે રિલીઝ થવાની છે.
3/6
ન્યૂયોર્ક: બોલીવૂડનો દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન હાલ લંડનમાં ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમરની સારવાર કરાવી રહ્યો છે. થોડા સમય પહેલા ઈરફાને પોતાની બિમારીનો ખુલાસો કર્યો હતો. બાદમાં અભિનેતાએ પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેનું વજન ઘટેલું જોવા મળ્યું હતું. હાલમાં જ ઈરફાને એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લેટેસ્ટ હેલ્થ અપડેટ આપી હતી.
4/6
ઈરફાને કહ્યું કે, હું કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી વાંચી રહ્યો. આ મારા માટે ખૂબ અજીબ છે. મારું જીવન હાલ અનિશ્ચિત છે. ક્યારે શું થશે મને ખબર નથી. મેં જીવનમાં ઘણું બધું વિચાર્યું હતું પરંતુ આજે જે છે તેનો ક્યારેય વિચાર નહોતો કર્યો. હવે હું પ્લાનિંગ નથી કરતો. હું બ્રેકફાસ્ટ કરું છું પરંતુ તેના પછી શું કરીશ તેનો કોઈ પ્લાન નથી બનાવતો.
5/6
ઈરફાને પોતાના જીવનનું સૌથી દુઃખદ સત્ય સામે રાખ્યું છે. તેણે કહ્યું, જીવનની કોઈ ગેરંટી નથી. મારું દિમાગ મને કહે છે કે, હું એક ચિપ લટકાવી લઉંને કહું કે મને આ બીમારી છે. હું થોડા મહિના કે એક-બે વર્ષનો મહેમાન છું. અથવા તો આ આખી વાતને ઉડાવી દઉં અને જિંદગી એવી રીતે જીવું જેવી મને મળી છે. મને જિંદગીએ ઘણું આપ્યું છે. તમે ચિંતન કરવાનું, પ્લાનિંગ કરવાનું છોડી દો છો. જીવનના અન્ય પાસાઓને ધ્યાનમાં રાખો છો. મને જીવનમાં ખૂબ મળ્યું છે અને તેના માટે મારી પાસે એક જ શબ્દ છે- થેન્ક્યૂ. મને જિંદગી પાસેથી કોઈ આશા નથી, કોઈ પ્રાર્થના નથી કરવી.
6/6
ઈરફાને કહ્યું, મે કીમો થેરપીની ચોથી સાઈકલ પૂરી કરી છે. મારે હજુ 6 સાઈકલ પૂરી કરવાની છે. તે બાદ સ્કેન કરાવવાનું છે. કીમો થેરપીની ત્રીજી સાઈકલ બાદ સ્કેન કરાવ્યું હતું, તેનો રિપોર્ટ પોઝિટિવ હતો. પરંતુ 6 સાઈકલ બાદ થનારા સ્કેનનો રિપોર્ટ અગત્યનો છે. ત્યારે જ ખબર પડશે કે હું ક્યાં પહોંચ્યો છું.