શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રની રાજનીતિ પર આ બોલિવૂડ એક્ટરે કર્યો કટાક્ષ, કહ્યું- શું હું ચૂંટણી પછા મારો મત બદલી શકું?
જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને સૈમુઅલ એલ.જેક્શનની એક તસવીર મૂકી ટિપ્પણી કરી છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ઘમાસાન મચી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીમાં જોરદાર ટક્કર ચાલી રીહ છે. હાલની રાજનીતિક સ્થિતિને જોતા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ આવી રહી છે, અને બધા પોત પોતાની રાતે વાત મુકી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર પણ પોતાનો પક્ષ લોકો સમક્ષ મુકી રહ્યા છે. બોલિવૂડ એક્ટર જાવેદ જાફરી પણ ઘણી વખત રાજનીત અને સામજિક મુદ્દાઓ પર પોતાનો પક્ષ મુકતા હોય છે, અને હવે તેમના દ્વારા રાજનીતને લઈને કરવામાં આવેલ કટાક્ષ પણ ચર્ચાનો વિષય બની ગયા છે.
Kuch keh gaye janaab ! pic.twitter.com/p1SogWFSTM
— Jaaved Jaaferi (@jaavedjaaferi) November 25, 2019
જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને સૈમુઅલ એલ.જેક્શનની એક તસવીર મૂકી ટિપ્પણી કરી છે. જેમાં લખ્યું છે કે "જો આપણે નેતાઓ ના બદલે શિક્ષકોને વધુ પૈસા આપી શકતા તો ભવિષ્યમાં વધુ સ્માર્ટ લોકો હશે અને ઓછા અજીબોગરીબ કાયદા હશે". આ સાથે જ કેપ્શનમાં જાવેદ લખ્યું, "કુછ કહ ગયે જનાબ". ઉલ્લેખનયી છે કે જાવેદની આ ટ્વિટ રાજનીતિને સંદર્ભ તરીકે રજૂ કરી છે. વધુમાં જાવેદે સૈમુઅલની વાતને અહીં થોડી ટ્વિસ્ટ કરીને મૂકી હતી.The wise ones say Maharashtra lacked a ‘stable’ government.. well now they have one.. with the best horses money can buy
— Jaaved Jaaferi (@jaavedjaaferi) November 25, 2019
આ બાદ જાવેદ અન્ય એક ટ્વિટમાં લખ્યું "હું ચૂંટણી પછી મારો વોટ બદલવા માગું છું, હું શું કરી શકું છું, મને જણાવો? જો ના તો ચૂંટણી પછી નેતા પોતાની પાર્ટી કેવી રીતે બદલી શકે? આ પોસ્ટ સાથે જાવેદ કેપ્શનમાં લખ્યું હતું "તેવા સવાલ જેનો કોઇ જવાબ નથી". નોંધનીય છે કે જાવેદ જાફરી હંમેશાથી દેશની સમસ્યાઓ પર મુક્ત મને પોતાના વિચારો કહેતા આવ્યા છે. અને તે સોશિયલ મીડિયા પર પણ આ મામલે એક્ટિવ છે.An unanswerable question pic.twitter.com/5iXT6MK3Zy
— Jaaved Jaaferi (@jaavedjaaferi) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement