કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.
2/4
કાદર ખાન પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા હતા. આ બીમારીને કારણે તેમના દિમાગ પર ગંભીર અસર પહોંચી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
3/4
શ્વાસમાં તકલીફના કારણે તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
4/4
મુંબઈઃ જાણીતા અભિનેતા-કોમેડિયન કાદરખાનનું 81 વર્ષની વેયે કેનેડાની હોસ્પિટલમાં નિધન થયું છે. કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.