છેલ્લા ધણા દિવસોથી બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ધણો ચર્ચામાં છે. બોલિવુડમાં ધણા સ્ટાર્સ આ મુદ્દે પોતાનું નિવેદન આપી ચુક્યા છે. જેમાં એકતા કપૂર, મંદિરા બેદી, રિચા ચઢ્ઢા અને પ્રિયંકા ચોપરાના નામ સામેલ છે.
2/5
ફિલ્મોની વાત કરવામાં આવે તો હાલમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ 'રાજી' રિલીઝ થી હતી જેણે બોક્સ ઓફિસ પર 68.88 કરોડની કમાણી કરી.
3/5
આલિયાએ કહ્યું, મને લાગે છે કે લોકોએ પોતાના પર ભરોસો કરવો જોઈએ. જો તેઓ કોઈ ખરાબ સ્થિતિમાં ફસાયા છે તો પોતાના માતા-પિતાને બધું જણાવે. તે લોકોની સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવી જોઈએ.
4/5
આલિયાએ કહ્યું, છોકરા અને છોકરીઓને કામ ન મળવાના કારણે હાલત ખરાબ થઈ જાય છે. દરેકને બોલિવુડમાં કામ મેળવવા માટે પોતાની લડાઈ જાતે જ લડવી પડે છે. એવામાં કેટલાક લોકો સ્ટ્રગલરનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે જેમને કામની જરૂર હોય છે.
5/5
મુંબઈ: કાસ્ટિંગ કાઉચના મુદ્દે બોલિવુડના મોટાભાગના સ્ટાર્સ પોતાનું મતવ્ય આપી ચુક્યા છે. આ એક એવો મુદ્દો છે કે બોલિવુડ નહી પરંતુ હોલિવુડમાં પણ ખળભળાટ મચી ચુક્યો છે. રાધિકા આપ્ટેથી લઈને સ્વરા ભાસ્કર કાસ્ટિંગ કાઉચ પર આપેલા નિવેદનોના કારણે ધણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હવે બોલિવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ કાસ્ટિંગ કાઉચ મુદ્દે નિવેદન આપ્યું છે.