શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને હોઠ પર થઈ ઈજા, જાણો કેવી રીતે થઈ
રવિવારે ફૂટબોલ મેચ રમતી વખતે રણબીર કપૂર ઈજાગ્રસ્ત થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આવી હાલતમાં પણ તેણે ચાહકો સાથે સેલ્ફી લીધી હતી
મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર ફૂટબોલ રમવાનો શોખીન છે. જ્યારે પણ રજા હોય ત્યારે તે ઘણીવાર મુંબઈમાં ફૂટબોલ રમતો જોવા મળ્યો છે. જોકે રવિવારે ફૂટબોલ મેચ રમતી વખતે રણબીર કપૂર ઈજાગ્રસ્ત થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રવિવારે રણબીર જૂહુમાં આવેલા ફૂટબોલ મેદાનમાં ફ્રેંડલી મેચ રમતો જોવા મળ્યો હતો. તે દરમિયાન રણબીરને હોઠના ભાગે ઈજા થઈ હતી.
મેચ રમીને રણબીર બહાર આવ્યો તો ઈજા છુપાડતો જોવા મળ્યો હતો. જોકે, આવી હાલતમાં પણ તેણે ચાહકો સાથે સેલ્ફી લીધી હતી. ચાહકો ઉપરાંત પાપારાઝીને પણ રણબીરે પોઝ આપ્યા હતા. ગાડીમાં બેસતી વખતે તેણે વાગ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ પોતાની ઈજા બતાવી હતી.
રણબીર કપૂરને ઈજા થઈ તેનો એક વીડિયો પણ પાપારાઝીએ શેર કર્યો હતો. હોઠ પર ઈજા બાદ રણબીર કોગળા કરતો પણ જોવા મળ્યો હતો. રવિવારે રણબીર સાથે ‘ધડક’ ફિલ્મના એક્ટર ઈશાન ખટ્ટર અને સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ ફૂટબોલ મેચ રમતા જોવા મળ્યાં હતાં.
ઈશાન વ્હાઈટ ટેંક ટોપ અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે ઈબ્રાહિમ રેડ અને વ્હાઈટ સ્ટ્રિપ જર્સી અને બ્લેક શોર્ટમાં જોવા મળ્યો હતો. રણબીર કપૂરને ઈજા થઈ હતી તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.View this post on Instagram#ranbirkapoor lips bruised but makes sures to give love to his fans waiting for him ❤👍
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement