શોધખોળ કરો

Bipasha Basuએ દીકરીની પહેલી ઝલક બતાવી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર, રાખ્યું આ નામ

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનું ઘરે લક્ષ્મીનું આગમન થતાં બંને ખૂબ જ પ્રસન્ન છે. સોશિયલ મીડિયા પર બંનેએ ગર્લ બેબીની પહેલી ઝલક ફેન્સ માટે શેર કરી હતી.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનું ઘરે લક્ષ્મીનું આગમન થતાં બંને ખૂબ જ પ્રસન્ન છે. સોશિયલ મીડિયા પર બંનેએ ગર્લ બેબીની પહેલી ઝલક ફેન્સ માટે શેર કરી હતી.

બિપાસાએ    12મી નવેમ્બરે  બાળકીને જન્મ આપ્યો. બંનેને એક સુંદર દીકરીના પેરેન્ટસ બની ગયા છે.   બિપાશા અને કરણે તેમની દીકરીનું નામ પહેલા જ જાહેર કર્યું હતું, પરંતુ હવે આ સ્ટાર્સે તેમની દીકરીની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. આ ફોટો બિપાશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં, આ બંને સ્ટાર્સ તેમની પુત્રીને તેમના હાથમાં લઇને લાડ કરતા જોવા મળી રહ્યાં છે.

પ્રથમ ઝલક

આ ફોટો બિપાશા બાસુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટામાં બિપાશા અને કરણ રૂમની બારી પાસે ઉભા છે અને કરણ દીકરીને ખોળામાં લઇને ઉભો છે. , બિપાશા અને કરણ તસવીરમાં તેમની પુત્રી પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યાં  છે.

Bipasha Basuએ દીકરીની પહેલી ઝલક બતાવી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર, રાખ્યું આ નામ

બાળકનું આ નામ રાખ્યું

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમની પુત્રીનું નામ જાહેર કર્યું હતું. આ સ્ટાર કપલે પોતાની દીકરીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્નના 6 વર્ષ પછી, બંને 12 નવેમ્બર, 2022 ના રોજ બાળકીના માતાપિતા બન્યા. બિપાશા પહેલા  લક્ષ્મીજીનું આગમન  દેબીના બેનર્જી અને આલિયા ભટ્ટના ઘરે પણ થયું છે.

Bhediya Release: ‘ભેડિયા’ને પહેલા જ દિવસે ગુડ રિસ્પૉન્સ, ફિલ્મ વિશે શું કહી રહ્યાં છે દર્શકો, જાણો

Friday Movies Release: બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનનની મચ અવેટેડ હૉરર-કૉમેડી ફિલ્મ 'ભેડિયા' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ 'ભેડિયા' ફિલ્મની સીધી ટક્કર અજય દેગવન સ્ટારર ‘દ્રશ્યમ 2’ સાથે થવાની છે. હાલમાં અજય દેવગન સ્ટારર દ્રશ્યમ 2 બૉક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે, અને પ્રથમ વીકેન્ડમાં જ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ  છે. જોકે આ બધાની વચ્ચે 'ભેડિયા'થી પણ ઘણી આશાઓ  છે. 

'ભેડિયા'ને મળ્યો પૉઝિટીવ રિસ્પૉન્સ - 
વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર 'ભેડિયા' આજે સિનેમાઘરોમાં આવી ગઇ છે, અને દર્શકોને આજે પૉઝિટીવ રિસ્પૉન્સ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ આ ફિલ્મની પ્રસંશા કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- ભેડિયા 56 ભોગની દાવત જેવી છે, જે તમને દરેક સંભવ સ્વાદ આપે છે, અને લાસ્ટમાં તમે તમે આગળના ભાગ માટે તરસશો. આ ઉપારંત બીજા એક યૂઝરે લખ્યું- ફિલ્મ ખુબ સારી છે. દર્શકો આ ફિલ્મ માટે સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. 

Bhediya First Review: વરુણ ધવનની ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ  - 

તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મનું ટ્રેલર પણ ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ છે. હવે આ ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જાણો ફિલ્મને લઇને શું કહેવામાં આવી રહ્યું છે.

‘ભેડિયા’નો ફર્સ્ટ રિવ્યૂ આવ્યો સામે - 
બૉક્સ ઓફિસ પર આજકાલ અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ છવાઇ ગઇ છે. ફિલ્મની ઓડિયન્સ અને ક્રિટિક્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. રિલીઝના 6 દિવસ થઇ ગયા છે અને કમાણીના મામલામાં 100 કરોડની નજીક પહોંચી ચૂકી છે. જોકે આ બધાની વચ્ચે હવે ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. વરુણ ધવનની ‘ભેડિયા’ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ‘ભેડિયા’ પણ બૉક્સ ઓફિસ પર દ્રશ્યમ 2ની જેમ ધમાલ મચાવવા તૈયાર છે. હવે આ બધાની વચ્ચે ઓવરસીઝ સેન્સર બોર્ડ મેમ્બર ઉમેર સંધૂએ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આપ્યો છે. તેમને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ફિલ્મને 5 માંથી 3.5 રેટિંગ આપ્યા છે. 

ઉમેર સંધૂએ ફિલ્મને આપ્યા 3.5 સ્ટાર  -
ઉમેર સંધૂએ ફિલ્મ વિશે લખ્યું છે- ‘ભેડિયા’ હ્યૂમર અને હૉરરનું યૂનિક મિક્ચર છે, જે તમને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે. બૉક્સ ઓફિસ પર આ એન્ટરટેન્ટની પાસે ચોક્કસ રીતે દર્શકોને લોભાવશે. અંતમાં એક રૉલ કૉસ્ટર એક્સપીરિયન્સ આપવાનો મોકો છે. ઇમ્પ્રેસિવ, 5માંથી 3.5 સ્ટાર, વળી, ફિલ્મના ફર્સ્ટ રિવ્યૂ બાદ ઓડિયન્સમાં ભેડિયા ફિલ્મને લઇને ક્રેઝ વધી ગયો છે.

શું છે ભેડિયાની કહાણી -
ભેડિયાની કહાણી અરુણાચલ પ્રદેશના જંગલોથી શરૂ થાય છે. આમાં વરુણ ધવને ભાસ્કરનો રૉલ નિભાવ્યોછે. જેને એક રાત્રે ભેડિયા કરડી જાય છે. આ પછી ભાસ્કરમાં ભેડિયાની આત્મા આવી જાય છે. તે હંમેશા રાત્રે ભેડિયા બની જાય છે. દુરથી કોઇની પણ હરકતને સાંભળવા લાગે છે, અને તેની અંદર કેટલાય માણસોની તાકાત આવી જાય છે. હવે ભાસ્કર ઠીક થઇ જાય છે કે નહીં એ તો ફિલ્મ જોઇને જ જાણી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget