શોધખોળ કરો
આ બોલિવૂડ ડાયરેક્ટરે CAAને લઈને પીએમ મોદી પર કરી આપત્તિજનક ટિપ્પણી, કહ્યું- પહેલા તમારા.....
આ પહેલા પણ અનુરાગ કશ્યપ ઘણી વખત પીએમ મોદી પર ટિપ્પણી કરતાં જોવા મળ્યા છે.

નવી દિલ્હીઃ સંશોધિત નાગરિકાત કાયદો (સીએએ)ને લઈને દેશમાં ઉથલપાછલ ચાલી રહી છે ત્યારે તેને લઈને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ પ્રદર્શન હિંસક પણ થયા જેના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ પોતાનો વિરોધ કોઈને કોઈ માધ્યમથી દર્શાવી રહ્યા છે. બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે સંશોધિક નાગરિકતા કાયદાને લઈને પીએમ મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે જેમાં તે ભાષાની મર્યાદા પણ ભૂલી ગયા હોય તેવું લાગે છે.
આ પહેલા પણ અનુરાગ કશ્યપ ઘણી વખત પીએમ મોદી પર ટિપ્પણી કરતાં જોવા મળ્યા છે. આ પહેલા જેએનયૂ હિંસાને લઈને પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે ટ્વીટ કરીને આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દે અનુરાગ કશ્યપ સતત પીએમ મોદી અને અમિત શાહ પાસે જવાબ માગી રહ્યા છે. પોતાનો વિરોધ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટરની તસવીર પણ બદલી નાંખી હતી. અનુરાગ કશ્યપે ટ્વીટ્સમાં કહ્યું હતું કે, સરકાર અને તેને ચલાવનાર મોદી-શાહ આતંકવાદી છે.आज CAA लागू हो गया । मोदी को बोलो पहले अपने काग़ज़ , अपनी डिग्री इन “entire political science” दिखाए , और अपने बाप का और ख़ानदान का birth सर्टिफ़िकेट दिखाए सारे हिंदुस्तान को। फिर हमसे माँगे । #fuckCAA
— Anurag Kashyap (@anuragkashyap72) January 10, 2020
વધુ વાંચો





















