શોધખોળ કરો
Advertisement
‘શોલે’ ફિલ્મની જાણીતા અભિનેત્રીનું થયું નિધન, 70 અને 80ના દાયકામાં આ અભિનેત્રીની બોલબાલા
ગીતા સિદ્ધાર્થે ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પરિચય’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1973માં આવેલી ફિલ્મ ‘ગરમ હવા’માં એના કામના ખુબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં
મુંબઈ: મુંબઈમાં અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ કાકનું નિધન થયું હતું. 14 ડિસેમ્બરે તેમણે અંતિમ સ્વાસ લીધા હતાં. આ અભિનેત્રીએ બોલિવૂડમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે જેવી કે, પરિચય, શોલે, ત્રિશુલ, રામ તેરી ગંગા મેલી અને નૂરી સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
ગીતા સિદ્ધાર્થે ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પરિચય’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1973માં આવેલી ફિલ્મ ‘ગરમ હવા’માં એના કામના ખુબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. 70 અને 80ના દશકમાં આ અભિનેત્રીની બહુ જ બોલબાલા હતી. અનેક હિટ ફિલ્મો આ અભિનેત્રીના નામે છે.
ગીતાએ ટીવીના હોસ્ટ અને નિર્માતા સિદ્ધાર્થ કાક સાથે લગ્ન કર્યાં હતા. સિદ્ધાર્થ કાક ટીવી શો સુરભિ માટે ખુબ જાણીતા હતા. તે રેણુકા શહાણે સાથે ટીવી શો હોસ્ટ કરતાં હતા. દુરદર્શન પર આ શો 1990થી 2001 સુધી પ્રસારિત કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ અને ગીતાએ એક દીકરી અંતરા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement