શોધખોળ કરો
Advertisement
સલમાન-શાહરૂખને પાછળ છોડી આ બોલિવૂડ એક્ટ્રેસ બની સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી
આ સર્વેમાં સામે આવ્યું કે, સલમાન ખાનને ઑક્ટોબર 2019માં 1.83 મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યો.
મુંબઈઃ પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ આઈકોન બની ગઈ છે. અને તે હવે સમગ્ર દુનિયાની હોટ ફેવરિટ સ્ટાર છે. અને આ વાત એક સર્વેમાં જાહેર થઈ છે. આ સર્વે અનુસાર પ્રિયંકા ચોપરા ટોપ ઈન્ડિયન એક્ટ્રેસ છે કે જે ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2019 વચ્ચે સમગ્ર દુનિયાનાં લોકો પર પોતાનો પ્રભાવ છોડ્યો હોય.
રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાનું નામ 2019માં 2.74 મિલિયન વખત ગુગલમાં સર્ચ કરવામાં આવ્યું છે. પ્રિયંકા ઉપરાંત ફિમેસ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બીજા નંબરે અને સની લિયાની ત્રીજા નંબરે રહી હતી.
આ સર્વેમાં સામે આવ્યું કે, સલમાન ખાનને ઑક્ટોબર 2019માં 1.83 મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યો. બીજી તરફ માત્ર મેલ સેલેબ્સની વાત કરીએ તો સલમાન બાદ સૌથી વધુ સર્ચ થનારા સ્ટારમાં શાહરુખ ખાન બીજા અને અમરીશ પુરી ત્રીજા સ્થાને રહ્યાં.
પ્રિયંકાએ તાજેતરમાં ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’થી કમબેક કર્યું છે. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર હતો. તાજેતરમાં તેણે વધુ એક ફિલ્મનું શૂટિંગ કરીને દિલ્હીથી ગઈ છે. આમાં તે રાજકુમાર રાવ સાથે શૂટિંગ કરી રહી હતી. પ્રિયંકા પોતાના પ્રૉફેશનલ કમિટમેન્ટ્સ માટે ઈન્ડિયા અને યુએસ આવતી-જતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion