લૉન અપાવવાના બહાને બૉલીવુડનો પ્રૉડ્યૂસર કરતો હતો લોકો સાથે લાખોની છેતરપિંડી, પોલીસે કઇ રીતે પકડ્યો, જાણો વિગતે
આ પહેલા પણ આ શાતિરને દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને મુંબઇની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી ચૂકી છે.
નવી દિલ્હીઃ સાઉથ દિલ્હી પોલીસે સસ્તા દરે કરોડોની લૉન અપાવવાના નામ પર લોકો સાથે છેતરપિંડી કરનારા બૉલીવુડના એક પ્રૉડ્યૂસરની ધરપકડ કરી છે. આ શાતિર પ્રૉડ્યૂસરના એક નામ નથી પરંતુ કેટલાય નામો છે. અજય યાદવ ઉર્ફે સંજય અગ્રવાલ ઉર્ફે રાકેશ શર્મા ઉર્ફે વિકાસ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે રમન ઉર્ફે અવિનાશ લોકોની સાથે છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યા બાદ આ ખુદનુ નામ બદલી નાંખતો હતો, જેથી પોલીસ તેને ના પકડી શકે. આ પહેલા પણ આ શાતિરને દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને મુંબઇની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી ચૂકી છે.
ખરેખરમાં, દિલ્હીના મહરોલીના પોલીસ સ્ટેશનમાં રાહુલ નાથ નામના એક શખ્સે પોતાની સાથે થેયલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. રાહુલે પોલીસને બતાવ્યુ કે, તે એક બિઝનેસમેન છે. દિલ્હીના ઓખલામાં તેની ઓફિસ છે. પોતાના બિઝનેસને આગળ વધારવા માટે તેને 65 કરોડ રૂપિયાની જરૂર હતી. અખબારમાં જાહેરાત જોયા બાદ તેને આરોપીનો સંપર્ક કર્યો. અજય યાદવ ઉર્ફે સંજય અગ્રવાલ ઉર્ફે રાકેશ શર્મા ઉર્ફે વિકાસ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે રમન ઉર્ફે અવિનાશ ખુદને એક મોટી ફિલ્મ કંપનીના ડાયેરેક્ટર બતાવ્યો અને કહ્યું કે, 65 કરોડની લૉન પાસ થઇ જશે. તે પણ 10 ટકાના રેટ પર. એટલુ જ નહીં આરોપીએ ફરિયાદકર્તા રાહુલની પ્રૉપર્ટીના પેપરની પણ તપાસ કરી અને રાહુલને એ વિશ્વાસ અપાવ્યો કે તેને લૉન મળી જશે.
રાહુલ આ વાતથી બિલકુલ અજાણ્યો હતો તે તેની સાથે છેતરપિંડી થવાની છે. આ પછી આરોપીએ ફાઇલ ચાર્જના નામ પર રાહુલ પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા. રાહુલે આરોપીના એકાઉન્ટમાં 18 લાખ મોકલી દીધા. એકાઉન્ટમાં પૈસા આવતાજ આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો. આ પછી રાહુલને સમજાઇ ગયુ કે તેની સાથે છેતરપિંડી થઇ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી.
પોલીસે આ રીતે પકડ્યો આરોપીને-
પોલીસે આરોપીના મુંબઇ અને દિલ્હીના ઘરે દરોડા પાડ્યા પરંતુ પોલીસને કંઇજ ના મળ્યુ. તેના ફોન નંબર પણ બંધ હતા, ત્યારે તપાસ દરમિયાન પોલીસને જણવા મળ્યુ કે આરોપીએ તાજેતરમાં જ સાક્ષી નામની એક ફિલ્મ રિલિઝ કરી છે. પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી અને ફિલ્મમાં કામ કરનારા લોકો પાસેથી જાણકારી મેળવી, ત્યારે પોલીસને ખબર પડી કે આ ઠગ મધ્યપ્રદેશમાં છે. પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ચૂક્યો હતો. મધ્યપ્રદેશમાંથી પોલીસને આરોપીનો બીજો એક નંબર મળ્યો જે ચાલુ હતો, તે નંબરના આધારે પોલીસે કેટલાય નામ વાળા આ શાતિરને પકડી પાડ્યો.
પોલીસ અનુસાર, અજય યાદવ ઉર્ફે સંજય અગ્રવાલ ઉર્ફે રાકેશ શર્મા ઉર્ફે વિકાસ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે રમન ઉર્ફે અવિનાશની ધરપકડ બાદ છેતરપિંડીના 10 થી વધુ કેસ સૉલ્વ કરાયા, જોકે તે દિલ્હી અને મુંબઇના છે. પોલીસ અનુસાર આ શાતિર ઠગ 6 ફિલ્મોને પ્રૉડ્યૂસ કરી ચૂક્યો છે. લવ ફિર કભી, રન-બન્કા, સસ્પેન્સ અને સાક્ષી હવે પોલીસ તેની સતત પુછપરછ કરી રહી છે.