શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, URI સહિત અનેક ફિલ્મોમાં કર્યું હતું કામ
વિક્કી કૌશલની ફિલ્મ ઉરી સર્જિકલ સ્ટ્રાઈક સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલ નવતેજ હુંડલનું નિધન થયું છે.
મુંબઈઃ વિક્કી કૌશલની ફિલ્મ ઉરી સર્જિકલ સ્ટ્રાઈક સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલ નવતેજ હુંડલનું નિધન થયું છે. તેના પિરવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ છે. તેમના અંતિમ સંસ્કાર 8 એપ્રિલે મુંબઈના જોગેશ્વરીમાં કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર પ્રવર્તી છે.
નોંધનીય છે કે નવતેજ હુંડલ અનેક ફિલ્મ્સ તેમજ ટીવી સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી છવાઈ ગયેલી ‘ઉરી’માં નવતેજ હુંડલે ગૃહમંત્રીનો રોલ કર્યો હતો.
હાલ તો તેમના અવસાન પાછળનું કારણ સામે નથી આવ્યું પરંતુ CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન)એ આ વાતની પુષ્ટિ કરી હતી. CINTAAએ ટ્વિટર પર શોક સંદેશમાં લખ્યું કે, ‘નવતેજ હુંડલના નિધન પર CINTAA ઉંડો શોક વ્યક્ત કરે છે. તેની આત્માને શાંતિ મળે.’ જે પછી એક્ટરના અંતિમ સંસ્કારની જાણકારી આપવામાં આવી છે. નવતેજની દીકરી અવંતિકા, ફેમસ ટીવી શો ‘યે હૈ મહોબ્બતે’માં મહત્વનો રોલ કરી રહી છે. ઉરી ઉપરાંત નવતેજે અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું. જેમાં ‘ખલનાયક’, ‘તેરે મેરે સપને’ અને ‘ધ વ્હિસ્પર્સ’ જેવા નામનો સમાવેશ થાય છે.#CINTAA expresses it’s deepest condolence on the demise of Shri Navtej Hundal. May his soul Rest in Peace The cremation is at Oshiwara Crematorium, Relief Rd, Prakash Nagar, Dnyaneshwar Nagar, Jogeshwari (W) at 11 am.@sushant_says @amitbehl1 @SuneelSinha @ayubnasirkhan pic.twitter.com/00kmfEUrML
— CINTAA_Official (@CintaaOfficial) April 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement