શોધખોળ કરો
લગ્નના બે વર્ષ બાદ વિરાટ કોહલીનો મોટો ખુલાસો, કહ્યું- અનુષ્કાને પહેલીવાર મળ્યો ત્યારે હું ખૂબજ......
હાલમાં જ વિરાટે એક ટીવી શોમાં અનુષ્કા સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો શેર કર્યો છે.
મુંબઈઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડ અને ક્રિકેટ જગતનું એક શાનદાર કપલ છે અને 2017માં તેણે ગુપચૂપ લગ્ન કર્યા હતા. વિરાટ સાથે બી ટાઉન અને ક્રિકેટ એમ બંન્નેનો સંબંધ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. આમ જોવા જોઈએ તો વિરાટ કોહલી અને અનુષ્કાના સંબંધને કારણે ક્રિકેટ અને ફિલ્મી દુનિયાના કનેક્શનને એક નવો વેગ મળ્યો છે. 2017માં લગ્ન કરતાં પહેલા વિરાટ અને અનુષ્કાએ 4 વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા.
હવે લગ્નના લગભગ બે વર્ષ બાદ વિરાટે અનુષ્કા સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો ગભરતા ગભરતા શેર કર્યો છે. હાલમાં જ વિરાટે એક ટીવી શોમાં અનુષ્કા સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો શેર કર્યો છે. વિરાટે કહ્યું કે, અનુષ્કા સાથે તેની પહેલી મુલાકાત એક શેમ્પૂની એડ દરમિયાન થઈ હતી. વિરાટે કહ્યું, ‘મને એક્ટિંગ વિશે કંઈ જ ખબર નહોતી. અને મારી સામે અનુષ્કા શર્મા હતી.’
વિરાટે પહેલી મુલાકાત યાદ કરતાં કહ્યું, “મેં અનુષ્કાને એક જોક કહ્યો હતો. જેથી હું મારી નર્વસનેસ છુપાવી શકું.” જો કે, અનુષ્કા વિરાટને જોતાં જ નિઃશબ્દ થઈ ગઈ હતી. વિરાટે આગળ કહ્યું, “હું ખૂબ નર્વસ હતો. તો અનુષ્કા આત્મવિશ્વાસથી છલોછલ હતી. એડ ફિલ્મનું શૂટિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. આ શૂટિંગ બાદ વિરાટ-અનુષ્કાની નિકટતા વધી. બંને વચ્ચે મુલાકાતો વધી.”
અનુષ્કા શર્માએ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ‘શૂટિંગના બીજા દિવસે મેં વિરાટ અને મારા એક ફ્રેન્ડને ડિનર પર બોલાવ્યા હતા. આ ડિનર પાર્ટી નવા ઘરની ખુશીમાં હતી.’ ઉલ્લેખનીય છે કે, આ પાર્ટી બાદથી જ બંનેની નિકટતા ચર્ચાનો વિષય બની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બોલિવૂડ
ટેકનોલોજી
દેશ
Advertisement