શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ અભિનેતાને આવી પોતાના દાદાના ઘરની યાદ, પાકિસ્તાની ફેન્સને કહ્યુ પેશાવરમાંથી મારા દાદાના ઘરની તસવીરો મોકલો
દિલીપ કુમાર આજકાલ પોતાના બાળપણના દિવસો અને જિંદગીની જુની યાદોને વગોળી રહ્યાં છે. દિલીપ કુમારે પાકિસ્તાનમાં રહેલા પોતાના ફેન્સને ભલામણ કરી રહ્યાં છે કે તેઓ પોતાના પેશાવર સ્થિત આવેલા જુના ઘરની તસવીરો ખેંચીને મોકલે
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આજકાલ પોતાના બાળપણના દિવસો અને જિંદગીની જુની યાદોને વગોળી રહ્યાં છે. દિલીપ કુમારે પાકિસ્તાનમાં રહેલા પોતાના ફેન્સને ભલામણ કરી રહ્યાં છે કે તેઓ પોતાના પેશાવર સ્થિત આવેલા જુના ઘરની તસવીરો ખેંચીને મોકલે.
ખરેખરમાં, જ્યારે એવા સમાચાર આવ્યા કે પાકિસ્તાની પ્રાંતીય સરકાર દિલીપ કુમારના જુના દાદાના ઘરને ખરીદીને તેનુ સંરક્ષણ કરવા માંગે છે, તો તેમની ખુશીનો આનંદ બમણો થઇ ગયો હતો. આવામાં 97 વર્ષીય દિલીપ કુમાર પોતાની ભાવનાઓને સોશ્યલ મીડિયા દ્વારા જાહેર કરી હતી.
દિલીપ કુમારની ભલામણ બાદ તેમના તમામ ફેન્સ હવે તેમના દાદાના પૈતૃક ઘરની તસવીરો તેમને ટેગ કરીને સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. સામે આવેલી તસવીરોમાં હવેલીની હાલની હાલત સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. આ તસવીરો સાથે લખવામાં આવ્યુ- આ શેર કરવા માટે આભાર, પેશાવરમાં રહેતા લોકોને ભલામણ છે કે મારા દાદાના ઘરની તસવીરો શેર કરો, અને દિલીપ કુમારને ટેગ કરો.
ઉલ્લેખનીય છે કે બુધવારે દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટ પરથી તેની એક નવી તસવીર શેર કરવામાં આવી, જેમાં તે પોતાના પસંદગીના ગુલાબી રંગના કપડામાં દેખાઇ રહ્યાં છે, પત્ની સાયરા બાનો પણ તેના જ રંગમાં રંગાયેલી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement