Actress : અભિનેત્રીએ કહી થથરાવી મુકતી આપવિતી, ભરી બજારમાં તેની સાથે...
1998માં આવેલી ફિલ્મ સત્યા દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કર્યા બાદ શેફાલી શાહે ઘણી શાનદાર ફિલ્મો કરી હતી.
Delhi Crime Actress Shefali Shah: 1998માં આવેલી ફિલ્મ સત્યા દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કર્યા બાદ શેફાલી શાહે ઘણી શાનદાર ફિલ્મો કરી હતી. તે 2001માં મીરા નાયરની ફિલ્મ મોનસૂન વેડિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે રિયા વર્મા નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું, જેનું બાળપણમાં યૌન શોષણ થયું હતું.
આ ફિલ્મમાં વિજય રાજ, નસીરુદ્દીન શાહ જેવા અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. તાજેતરમાં ANIના પોડકાસ્ટમાં આ જ ફિલ્મ પર વાત કરતી વખતે શેફાલી શાહે ખુલાસો કર્યો છે કે, વાસ્તવિક જીવનમાં તેની સાથે શરમજનક કૃત્ય થઈ ચુક્યું છે.
બજારને ખોટી રીતે સ્પર્શ કર્યો
શેફાલીએ કહ્યું હતું કે, તેને યાદ છે કે તે માર્કેટમાં હતી જ્યાં ઘણી ભીડ હતી. તેણીએ કહ્યું હતું કે, હું ભીડમાં ચાલી રહી હતી અને મને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો. તેના વિશે વિચારવું તે તદ્દન વાહિયાત છે. તેણે કહ્યું હતું કે, તેણે આ વિશે ક્યારેય કોઈને કંઈ કહ્યું નથી પરંતુ તે ખૂબ જ શરમજનક હતું.
જાહેર છે કે, શેફાલી શાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઉત્કૃષ્ઠ કહી શકાય તે ગજાની અભિનેત્રી છે. તેની ફિલ્મી કરિયર 25 વર્ષની છે. આ દરમિયાન તેણે રંગીલા અને સત્ય જેવી એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે વેબ સિરીઝ પણ કરી છે. નેટફ્લિક્સની 'દિલ્હી ક્રાઈમ' તેની ખૂબ જ લોકપ્રિય અને ખૂબ પસંદ કરાયેલી વેબ સિરીઝ છે. અત્યાર સુધી તેની બે સિઝન આવી ચૂકી છે. જ્યારે લોકો તેની આગામી સિઝનની રાહ જોઈ રહ્યા છે.
શેફાલી શાહનું વર્કફ્રન્ટ
જો કે, જો આપણે શેફાલી શાહના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો ગયા વર્ષે તે એક પછી એક સતત ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી. પહેલી ફિલ્મ 'જલસા' હતી, જેમાં તેણે વિદ્યા બાલન સાથે સ્ક્રીન શેર કરી હતી. બીજી ફિલ્મ હતી 'ડાર્લિંગ વિથ આલિયા' જે ખૂબ વખણાઈ હતી. આ સાથે તે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડોક્ટર જી'માં પણ જોવા મળી હતી.
Actress : શું તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે આ અભિનેત્રી પર મુક્યો પ્રતિબંધ? પ્રોડ્યુસરના ગંભીર આરોપ
Ileana D Cruz Banned From Tamil Film Industry: બોલિવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આજકાલ ચર્ચાનો વિષય બની છે. ખુદ અભિનેત્રીએ જ તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની એક્ટિંગથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બેન કરી દેવામાં આવી છે.