શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝે બનાવી શોર્ટ ફિલ્મ, ઇન્ટરનેટ પર શેર કર્યો વીડિયો
જેકલિન ફર્નાન્ડિઝ હાલ સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં છે, અને એક મનમોહક વીડિયો શેર કર્યો છે. તે ઘોડેસવારી, વાંચણ, ઝાડ પર ચઢવુ અને નાસ્તો બનાવવા જેવી એક્ટિવિટી કરી રહી છે
મુંબઇઃ લૉકડાઉનના કારણે હાલ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ ફાર્મ હાઉસમાં છે. એક્ટ્રેસ લૉકડાઉનના આ દિવસોમાં ફિટનેસ અને સોશ્યલ વર્ક સાથે જોડાઇ ગઇ છે, અને આને લગતા વીડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા પર શેર પણ કરે છે. એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે. જોકે, જોકે એક્ટ્રેસે હવે એક શોર્ટ ફિલ્મ બનાવી છે, અને આનો વીડિયો પણ શેર કર્યો છે.
જેકલિન ફર્નાન્ડિઝ હાલ સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં છે, અને એક મનમોહક વીડિયો શેર કર્યો છે. તે ઘોડેસવારી, વાંચણ, ઝાડ પર ચઢવુ અને નાસ્તો બનાવવા જેવી એક્ટિવિટી કરી રહી છે.
સોશ્યલ મીડિયા પર શેર કરેલા આ ચાર મિનીટના વીડિયોમાં જેકલિન નારિયેલના ઝાડ પર ચઢેલી છે, ઘોડાઓને નહવડાવતા, ખવડાવતા અને તેના પર સવારી કરતી દેખાઇ રહી છે.
આ વીડિયોમાં કેટલાક બીજા જાનવરો પણ દેખાઇ રહ્યાં છે, જેમાં મુર્ગીઓ, નાની બકરીઓ અને કેટલાક સ્ટ્રે ડૉગ છે, જે મસ્તી કરી રહ્યાં છે. તે પોતાના કપડાં ધોવા, બેરીઝ પર ઘાસમાં ઉંઘતા, પુસ્તકો વાંચતા, પોતાના સ્ટાફમાં કામ કરતા લોકોને મિત્રો બનાવતા અને બીજુ કેટલુક કામ કરતી દેખાઇ રહી છે.
એક્ટ્રેસે આ વીડિયોને પોતાની શોર્ટ ફિલ્મ ગણાવી છે, તેને ઇન્સ્ટાગ્રામ પર વીડિયોને શેર કરતાં લખ્યુ- મારી શોર્ટ ફિલ્મ એન્જૉય. આ વીડિયોની શરૂઆત તેના ઉઠવાથી થાય છે. તે ઉઠીને બારીની ચિકને ઉપર ઉઠાવે છે, અને ત્યાંથી સામે સૂરજ ઉગતો દેખાય છે. આ વીડિયોમાં તે પ્રસિદ્ધ લેખિકા અમૃતા પ્રીતમની કોરા કાગજ વાંચતા દેખાઇ રહી છે. વીડિયોમાં તે ક્વૉરન્ટાઇનને પત્ર લખતી પણ દેખાઇ રહી છે. આ વીડિયોને લાખોમાં વ્યૂઝ મળી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement