શોધખોળ કરો
Advertisement
વધુ એક એક્ટ્રેસ બની ડિપ્રેશનનો ભોગ, સોશ્યલ મીડિયા પર લખ્યું- હું દુનિયા છોડી રહી છું...
કન્નડ એક્ટ્રેસ અને બિગ બૉસ 3ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી જયશ્રી રામ્યાએ પોતે ડિપ્રેશનમાં હોવાનો ખુલાસો કર્યો છે. તેને એક પૉસ્ટમાં લખ્યું છે કે - હુ આ દુનિયા છોડી રહી છું...
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે મોતનો શિકાર બની ગયો હતો, હવે આ લિસ્ટમાં બીજી એક્ટ્રેસ પણ આવી ગઇ છે. સોશ્યલ મીડિયા પર કન્નડ એક્ટ્રેસ અને બિગ બૉસ 3ની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી જયશ્રી રામ્યાએ પોતે ડિપ્રેશનમાં હોવાનો ખુલાસો કર્યો છે. તેને એક પૉસ્ટમાં લખ્યું છે કે - હુ આ દુનિયા છોડી રહી છું... આ પૉસ્ટ જોયા બાદ એક્ટ્રેસને તેના ફેન્સ અને નજીકના લોકોએ કોઇ આડુઅવળુ પગલા ના ભરવાની સલાહ આપી છે. જોકે, આ પૉસ્ટથી હંગામો થયા બાદ થોડીકજ વારમાં એક્ટ્રેસે ફરીથી તેને સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો.
એક્ટ્રેસ અશ્વથી શેટ્ટી અનુસાર, જયશ્રી રામ્યા છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. પારિવારિક મુદ્દાઓની સાથે તે પોતાના કામને લઇને ખુબ ચિંતિત છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, અશ્વિનીએ જણાવ્યુ કે કેટલીયવાર જયશ્રી રામ્યા તેને કહ્યું કે તે સારુ ફીલ નથી કરી રહી. તેને જયશ્રી રામ્યાને વિશ્વાસ અપાવ્યો કે બધુ બરાબર થઇ જશે.
અશ્વિનીના કહેવા પ્રમાણે, જયશ્રી રામ્યા પોતાનો ફોન નંબર બદલતી રહેતી હતી, એટલા માટે તેના સંપર્ક રહેવુ કઠીન થઇ ગયુ હતુ. ચાર મહિના પહેલા જ જયશ્રી પોતાના જ ઘરમાં જ જતી રહી હતી, અને તેને જણાવ્યુ કે તે પોતાના જીવનમાં આ નવા વિકાસથી ખુશ છે. થોડાક દિવસ પહેલા તેને મેસેજ કરીને કહ્યું કે બધુ બરાબર છે. પણ આજે સવારે ખબર પડી કે તે હૉસ્પીટલમાં ભરતી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement