શોધખોળ કરો

Kangana Ranaut: શું ભવિષ્યમાં રાજનીતિમાં આવશે? સવાલનો કંગના રનૌતે આપ્યો ચોંકાવનારો જવાબ

Kangana Ranaut On Join Politics: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના રનૌતને કોઈ અલગ ઓળખની જરૂર નથી. બોલિવૂડની પંગા ગર્લથી ફેમસ કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે.

Kangana Ranaut On Join Politics: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના રનૌતને કોઈ અલગ ઓળખની જરૂર નથી. બોલિવૂડની પંગા ગર્લથી ફેમસ કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. આ દરમિયાન, તાજેતરમાં કંગના રનૌતને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરશે. આ સવાલનો જવાબ કંગનાએ ખૂબ જ નિખાલસ રીતે આપ્યો છે.

કંગના રનૌતે રાજકારણમાં આવવા અંગે નિવેદન આપ્યું

હાલમાં જ કંગના રનૌતે એબીપી ન્યૂઝને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન કંગના રનૌતને સવાલ પૂછવામાં આવ્યો કે શું તે ભવિષ્યમાં રાજકારણમાં જોડાશે. આ સવાલનો જવાબ કંગના રનૌતે આપ્યો છે. કંગનાના કહેવા પ્રમાણે- 'મારી પાસે આટલું સારું કામ છે, હું આટલી સરસ જગ્યાઓ પર જાઉં છું અને હું હંમેશા આ સુંદરતામાં ખોવાયેલી રહું છું. રાજકારણ એ અઘરું કામ છે. કલાનું કાર્ય એ ખૂબ જ પવિત્ર કાર્ય છે. જેઓ કલાકાર બને છે તેમને સરસ્વતીજીના આશીર્વાદ મળે છે. રાજનીતિ એ એક કુઠીલ અને કુટનીતિનું કામ છે, જે રાજાઓના સમયથી ચાલતું આવ્યું છે.

હું દિલથી નરમ કલાકાર છું, તેથી મારી અંગત ઈચ્છા આવી નથી. પરંતુ જો મને આવી જવાબદારીઓ આપવામાં આવી અને તે મારા માટે જરૂરી બની ગયું. જો દેશને મારી જરૂર પડશે તો હું મારી અંગત ઈચ્છાઓથી આગળ વધીને દેશ માટે કંઈક કરવા આગળ આવીશ. આ રીતે કંગનાએ ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાના સવાલ પર પોતાનો જવાબ આપ્યો છે.

કંગનાની આ ફિલ્મોની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે

કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો આવનારા સમયમાં કંગના ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રનૌત દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે કંગનાએ ફિલ્મ 'ઇમરજન્સી'ના નિર્દેશનની જવાબદારી પણ સંભાળી છે. આ પછી કંગના રનૌત ફિલ્મ 'ચંદ્રમુખી 2'માં પણ જોવા મળશે.

આલીશાન ઘર તૂટયું તેમ છતાં Kangana Ranautએ કેમ ના માંગ્યું વળતર? 

બી-ટાઉનની સુપરસ્ટાર કંગના રનૌતને કોઈ અલગ ઓળખની જરૂર નથી. એક યા બીજા કારણોસર કંગના રનૌતનું નામ ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ હાલમાં કંગનાનું નામ 3 વર્ષ પહેલા BMC દ્વારા મુંબઈમાં તેના આલીશાન ઘરને તોડી પાડવાને કારણે ચર્ચામાં છે. કંગનાએ કહ્યું છે કે તેણે પોતાના ઘર માટે કોઈ વળતર માંગ્યું નથી.

કંગનાએ તૂટેલા ઘર માટે વળતર માંગ્યું ન હતું

હાલમાં જ કંગના રનૌતે ABV ન્યૂઝને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન કંગનાને મુંબઈમાં BMC દ્વારા તોડી પાડવામાં આવેલા તેના આલીશાન ઘરના એક ભાગના વળતર વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલનો જવાબ કંગના રનૌતે ખૂબ જ સ્પષ્ટપણે આપ્યો છે. કંગનાએ કહ્યું છે કે- મને અત્યાર સુધી આ મામલે કોઈ વળતર મળ્યું નથી. તેણે વળતર મૂલ્યાંકનકર્તાઓને મોકલવાનું હતું.

અભિનેત્રીએ કહ્યું, "હું આ બાબતે શિંદે જી (હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે)ને મળી હતી અને કહ્યું હતું કે, તમે મને અમુક મૂલ્યાંકન મોકલો. મને કઈ જોતું નથી.  હું નથી ઈચ્છતી કે જેણે કરદાતાઓના પૈસાનો દુરુપયોગ કર્યો હોય. મને વળતર નથી જોતું. આ જ ઠીક છે. પોતાની વાતને આગળ વધારતા કંગનાએ કહ્યું છે કે- કોર્ટે કહ્યું છે કે તેઓએ મને વળતર આપવું જોઈએ, પરંતુ જેમ મેં કહ્યું તેમ, તેઓએ ક્યારેય મૂલ્યાંકનકર્તાઓને મોકલ્યા નથી કે મેં તેની માંગ કરી નથી."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget