શોધખોળ કરો
પાયલ ઘોષ આજે ફરીથી અનુરાગ સામે જાતિય શોષણની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જશે, ગઇકાલે ન હતી નોંધાઇ શકી
અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનારી એક્ટ્રેસ પાયલ ઘોષ મોડી રાત્રે અચાનક મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ મોડી રાતના સમયે પોલીસ સ્ટેશનમાં કોઇ મહિલા અધિકારી ન હતી. આ કારણે તે પોતાની ફરિયાદ નોંધાવી શકી નહીં

નવી દિલ્હીઃ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં કગના રનૌતે પાયલ ઘોષનું સમર્થન કરતા તેને ન્યાય અપાવવાની માંગ કરી છે. વળી, જાતિય શોષણનો આરોપ ઝીલી રહેલા અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી શકે છે. અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનારી એક્ટ્રેસ પાયલ ઘોષ મોડી રાત્રે અચાનક મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ દરમિયાન પાયલની સાથે તેના વકીલ નીતિન સાતપુતે પણ હતા. આ બધાની વચ્ચે કેટલીયવાર પોલીસકર્મીઓ સાથે વાત કરતી રહી, પરંતુ મોડી રાતના સમયે પોલીસ સ્ટેશનમાં કોઇ મહિલા અધિકારી ન હતી. આ કારણે તે પોતાની ફરિયાદ નોંધાવી શકી નહીં. મોડે સુધી પોલીસવાળા સાથે વાતચીત કર્યા બાદ તે પોતાની ગાડી લઇને પરત ફરી હતી. આજે બપોરે નોંધાવશે રિપોર્ટ પાયલના વકીલ નીતિન સાતપુતેએ આ અંગે જાણકારી આપી છે, પાયલ આજે ફરીથી ઓશિવારા પોલીસ સ્ટેશન જશે. ઉલ્લેખનીય છે કે પાયલે ટ્વીટ કરીને અનુરાગ કશ્યપ પર જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે. આ માટે તેને વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલય પાસે મદદ પણ માંગી છે. અનુરાગ કશ્યપના વકીલે આરોપોનો ફગાવ્યા પાયલ ઘોષનો આરોપ છે કે તેની સાથે જાતિય શોષણની ઘટના 2014-2015ની વચ્ચે બની છે. વળી, પાયલના વકીલે અનુરાગ કશ્યપના વકીલના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા. પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ પાયલ ઘોષે સોશ્યલ મીડિયા પર ફરિયાદ કરી હતી, પછી મીડિયાની સામે અનુરાગ કશ્યપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















