શોધખોળ કરો
Advertisement
સાઉથના સુપરસ્ટાર સાથે ડિવોર્સ લેનારી આ ગુજરાતી એક્ટ્રેસ 17 વર્ષે ફરી કરશે એક્ટિંગ, જાણો શું હશે રોલ?
રિપોર્ટ છે કે, 38 વર્ષીય એક્ટ્રેસ રેનુ દેસાઇ આગામી વેબસીરીઝ આધ્યામાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ ટાઇટલ આધ્યા એટલા માટે આપવામાં આવ્યુ છે કે એક્ટ્રેસ રેનુ દેસાઇ અને સાઉથ સુપર સ્ટાર પવન કલ્યાણની દીકરીનુ નામ આધ્યા છે
નવી દિલ્હીઃ એક્ટ્રેસ રેનુ દેસાઇ 17 વર્ષના લાંબા ગાળાના વિરામ બા હવે ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે. રિપોર્ટ છેકે રેનુ દેસાઇ આગામી વેબસીરીઝમાં કામ કરશે. છેલ્લી મૂવી તેની 2000માં રિલીઝ થઇ હતી.
રિપોર્ટ છે કે, 38 વર્ષીય એક્ટ્રેસ રેનુ દેસાઇ આગામી વેબસીરીઝ આધ્યામાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ ટાઇટલ આધ્યા એટલા માટે આપવામાં આવ્યુ છે કે એક્ટ્રેસ રેનુ દેસાઇ અને સાઉથ સુપર સ્ટાર પવન કલ્યાણની દીકરીનુ નામ આધ્યા છે. સુ્ત્રો પ્રમાણે એક્ટ્રેસ રેનુ દેસાઇ ફિલ્મમાં સીઇઓનો રૉલ કરશે. આ ફિલ્મને ક્રિષ્ણા મમીડાલા ડાયરેક્ટ કરી રહી છે, અને ડીએસ રાવ અને રજનીકાંત આને પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે.
એક્ટ્રેસ રેનુ દેસાઇના વર્ષ 2009માં સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે લગ્ન થયા હતા. બાદમાં બન્ને 2012માં છુટા પડી ગયા હતા. બન્નેને બે બાળકો છે આધ્યા અને અકીરા. રેનુ દેસાઇ ગુજરાતી એક્ટ્રેસ છે, અને પૂણેમાં તેને જન્મ થયો હતો. ઉલ્લેખનીય છેકે રેનુ દેસાઇ કેટલીક મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement