શોધખોળ કરો

Drishyam 2ના બિઝનેસમાં અચાનક આટલા ટકાનો વધારો, કુલ કેટલું થયુ કલેક્શન, જાણો

‘દ્રશ્યમ 2’નુ આ કલેક્શન ફર્સ્ટ વીકેન્ડ બાદ સૌથી વધુ છે. વળી, શુક્રવારની સરખામણીમાં ‘દ્રશ્યમ 2’ના બીજા શનિવારે બિઝનેસમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે

Drishyam 2: હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટર અજય દેવગને પોતાની ‘દ્રશ્યમ 2’ ફિલ્મથી કમાણીના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. સિનેમાઘરોમાં હજુ પણ ‘દ્રશ્યમ 2’નો ક્રેઝ ઓછો નથી થઇ રહ્યો, ફિલ્મને 9માં દિવસે પણ કમાણીના કેટલાય રેકોર્ડ તોડતા કરોડોનો બિઝનેસ કરી લીધો છે. જાણો 9માં દિવસનુ બમ્પર કલેક્શન....  

9માં દિવસે ‘દ્રશ્યમ 2’એ કર્યો શાનદાર બિઝનેસ  - 
સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બૂ સ્ટારર ‘દ્રશ્યમ 2’ આજકાલ ખુબ ચર્ચિત છે, અને બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને જોવા માટે ભારે સંખ્યામાં થિયેટરો સુધી પહોંચી રહ્યાં છે. બીજા સપ્તાહમાં ધમાકેદાર એન્ટ્રી લઇ ચૂકેલી ‘દ્રશ્યમ 2’એ બીજા શનિવારે પણ ધમાકેદાર કમાણી કરી છે. જેના કારણે 9માં દિવસે બૉક્સ ઓફિસ પર ફિલ્મની બમ્પર કમાણી થઇ છે. કોઇ મોઇના રિપોર્ટ અનુસાર, ‘દ્રશ્યમ 2’એ બીજા શનિવારે એટલે કે 9માં દિવસે બૉક્સ ઓફિસ પર લગભગ 13.50-14 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી લીધુ છે. જે ખરેખરમાં, શાનદાર છે. ‘દ્રશ્યમ 2’નુ આ કલેક્શન ફર્સ્ટ વીકેન્ડ બાદ સૌથી વધુ છે. વળી, શુક્રવારની સરખામણીમાં ‘દ્રશ્યમ 2’ના બીજા શનિવારે બિઝનેસમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીજા વીકેન્ડ પર અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ 140 કરોડના ક્લબમાં પહોંચી જશે. 

‘દ્રશ્યમ 2’નું ટૉટલ કલેક્શન  - 
પહેલા અઠવાડિયાની સાથે જ બીજા વીકમાં પણ ‘દ્રશ્યમ 2’ની બૉક્સ ઓફિસ પર મજબૂત પક્કડ દેખાઇ રહી છે. હાલમાં ફિલ્મએ સતત વધારે બિઝનેસનો સિલસિલો યથાવત રાખ્યો છે. શનિવારના આંકડા પર નજર કરીએ તો અજય દેવગનની ‘દ્રશ્યમ 2’એ 9માં દિવસે કુલ 126 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

દ્રશ્યમ 2  સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે. 

Drishyam 3 પણ હવે આવશે, નિર્માતાએ કર્યો ખુલાસો - 
'દ્રશ્યમ 2'ની અપાર સફળતા બાદ હવે ફિલ્મ ડાયરેક્ટર અભિષેક પાઠકે કન્ફોર્મ કરી દીધુ છે કે, તેઓ હવે બહુજ જલદી ત્રીજો ભાગ 'દ્રશ્યમ 3' લઇને આવશે. આ માટે તમામ પ્લાનિંગ શરૂ થઇ ગયા છે. અભિષેક પાઠકે પોતાના એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેઓ 'દ્રશ્યમ 2'ની અપાર સફળતાથી ખુશ છે, અને તેઓ હવે આગળનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. નિર્દેશકે બતાવ્યુ કે, અમને પણ આવી આશા નહતી કે આટલો સારો રિસ્પૉન્સ મળશે, આટલો ફિલ્મને મળેલો પ્રેમ જોઇને હુ સ્તબ્ધ છું.

'દ્રશ્યમ 3' વિશે વાત કરતા અભિષેક પાઠકે કહ્યું કે, અમે ફિલ્મના ત્રીજા ભાગને લઇને આવીશું, આની રાઇટિંગ પર થોડાક દિવસોમાં કામ પણ શરૂ થઇ જશે. મલયાલમમાં જ્યારે મોહનલાલની ફિલ્મનો પહેલો પાર્ટ આવ્યો હતો, ત્યારે મેકર્સે હિન્દીમાં સબ ટાઇટલ ન હતુ રાખ્યુ, જેનો ફાયદો અમને મળ્યો, આ જ રીતે અમારી કોશિશ છે કે, અમે સાથે મળીને જ ફિલ્મના ત્રીજા ભાગને રિલીઝ કરીએ. અમે અમારુ વર્ઝન કાઢીશું, તે (મલયાલમ) પોતાનુ વર્ઝન, જેને જોઇને વધુ મજા આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget