અક્ષય કુમાર ફરી એકવાર બનશે વકીલ, કરણ જોહર સાથે મિલાવ્યા હાથ, નવી ફિલ્મની જાહેરાત કરી
Akshay Kumar New Project: અક્ષય કુમાર અને કરણ જોહરે એક નવા પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય વકીલની ભૂમિકામાં જોવા મળશે.
Akshay Kumar New Project: અક્ષય કુમાર અને કરણ જોહરે સોશિયલ મીડિયા પર તેમના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી. આ ફિલ્મ ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરના જીવન પરથી પ્રેરિત છે. 'અક્કી' ફિલ્મમાં બેરિસ્ટરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ જલિયાવાલા બાગની ઘટના પર આધારિત છે. એટલે કે 'જોલી એલએલબી 2' પછી અક્ષય કુમાર ફરી એકવાર બ્લેક કોટમાં જોવા મળશે.
ધર્મા પ્રોડક્શનની જાહેરાત
શુક્રવારે, નિર્માતાઓએ અનટાઈટલ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી. કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, 'એક અનટોલ્ડ સ્ટોરી, એક ન સંભળાયેલ સત્ય. આ ફિલ્મનું નિર્દેશન કરણ સિંહ ત્યાગી કરશે. જેમાં અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે મહત્વના રોલમાં જોવા મળશે. 14 માર્ચ, 2025 ના રોજ થિયેટરોમાં અનટાઈટલ ફિલ્મ રિલીઝ થશે. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં 'એક હત્યાકાંડના આઘાતજનક કવર-અપ પર શીર્ષક વિનાની ફિલ્મ લખવામાં આવી છે જેણે ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરને બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે પ્રેરણા આપી હતી.
View this post on Instagram
આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે અને રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પર આધારિત છે.
તમને જણાવી દઈએ કે 'ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર' જલિયાવાલા બાગની ઘટના સમયે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ'ડાયરે વાઈસરોયની કાર્યકારી પરિષદના ભૂતપૂર્વ સભ્ય ચેત્તુર શંકરન નાયર વિરુદ્ધ શરૂ કરેલા માનહાનિના કેસની આસપાસ ફરે છે. સી. શંકરન નાયર એક ભારતીય વકીલ, રાજકારણી અને સુધારક હતા, જેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત આગામી કોર્ટરૂમ-ડ્રામા અક્ષય કુમાર પર કેન્દ્રિત છે, જે આઝાદી પૂર્વેની ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવતો જોવા મળશે.
આ ફિલ્મને કરણ જોહર અને અપૂર્વ મહેતાના ધર્મા પ્રોડક્શન્સ, અક્ષય કુમારના હોમ પ્રોડક્શન કેપ ઑફ ગુડ ફિલ્મ્સ અને લીઓ મીડિયા કલેક્ટિવ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા સાથે જોવા મળશે.
આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર પાસે 'હાઉસફુલ 5' અને 'વેલકમ ટુ ધ જંગલ' સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સ પણ છે. બીજી તરફ આર. માધવન આદિત્ય ધરની અનટાઈટલ્ડ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલ સાથે જોવા મળશે.
આ પણ વાંચો : Priyanka Chopra: શોર્ટ ડ્રેસ...હાઈ હીલ્સ, ભારત પહોંચતાની સાથે જ પ્રિયંકા ચોપરાએ ગ્લેમરસ અવતારમાં આપ્યા પોઝ