શોધખોળ કરો

173 કરોડનો બંગલો, જાણો કેટલા અમીર છે સોનમ કપૂરના પતિ આનંદ આહુજા ?

અભિનેત્રી સોનમ કપૂરે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરસ્ટાર અનિલ કપૂરની દિકરી સોનમ કપૂરે 2007માં આવેલી ફિલ્મ 'સાવરિયા'થી અભિનયની શરૂઆત કરી હતી.

Anand Ahuja Birthday: અભિનેત્રી સોનમ કપૂરે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરસ્ટાર અનિલ કપૂરની દિકરી સોનમ કપૂરે 2007માં આવેલી ફિલ્મ 'સાવરિયા'થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. જોકે સોનમ મોટી અભિનેત્રી બની શકી નથી.

સોનમ કપૂર ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. વર્ષ 2018માં તેણે રિચ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. આ પછી તેણે પોતાની જાતને બોલિવૂડથી દૂર કરી લીધી. સોનમ કપૂરના પતિ આનંદ પૈસાના મામલે બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સને મ્હાત આપે છે. આનંદ 29 જુલાઈએ 41 વર્ષના થવાના છે. આ અવસર પર અમે તમને જણાવીએ કે સોનમના પતિ આનંદ આહુજા કેટલા અમીર છે.

View this post on Instagram
 
A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

આનંદ આહૂજાનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો

અનિલ કપૂરના જમાઈ અને સોનમ કપૂરના પતિ આનંદ આહુજાનો જન્મ 29 જુલાઈ 1983ના રોજ દેશની રાજધાની નવી દિલ્હીમાં હરીશ આહુજા અને પ્રિયા આહુજાને ત્યાં થયો હતો. આનંદ સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર કરતાં પણ વધુ અમીર છે. તેમની પાસે દિલ્હી ઉપરાંત લંડનમાં પણ કરોડોની કિંમતનું ઘર છે.

આનંદ આહુજા 4000 કરોડના માલિક છે

આનંદ એક સમયે એમેઝોન કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. આજે આનંદ તેમના પારિવારિક બિઝનેસ 'શાહી એક્સપોર્ટ્સ'ના એમડી છે. આ સિવાય તે કપડાની બ્રાન્ડ 'ભાને'ના પણ માલિક છે. આનંદે તેના બિઝનેસમાંથી ઘણી કમાણી કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 4000 કરોડ રૂપિયાથી વધુ છે.

દિલ્હીમાં 173 કરોડનું ઘર

સોનમ કપૂરનું સાસરૂ દિલ્હીમાં છે. સોનમ કપૂરની સાસરીનું ઘર કોઈ શાહી મહેલથી ઓછું નથી. દિલ્હીમાં આનંદના ઘરની કિંમત લગભગ 173 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સોનમ અને આનંદ તેમના આલીશાન ઘરમાં અવારનવાર આવે છે. હાલમાં તે લંડનમાં રહે છે. લગ્ન પછી બંને યૂકે શિફ્ટ થઈ ગયા.

2018માં સોનમ કપૂર સાથે લગ્ન કર્યા હતા

સોનમ અને આનંદની પહેલી મુલાકાત તેમની કોમન ફ્રેન્ડ પ્રેરણા કુરેશી દ્વારા થઈ હતી. કહેવાય છે કે વર્ષ 2014માં આનંદે સોનમને પ્રપોઝ કર્યું હતું. બંનેએ લગભગ ચાર વર્ષ પછી 2018માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા.

આનંદ-સોનમ હવે એક પુત્રના માતા-પિતા છે

આનંદ આહુજા અને સોનમ કપૂર એકસાથે સુખી જીવન જીવી રહ્યા છે. લગ્નના લગભગ ચાર વર્ષ પછી, દંપતીએ ઓગસ્ટ 2022 માં તેમના પુત્રનું સ્વાગત કર્યું. દંપતીએ તેમના પુત્રનું નામ વાયુ રાખ્યું છે.

ટોપ સ્ટોરી

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget