શોધખોળ કરો

'ફિમેલ તારા સિંહ છે સીમા હૈદાર......' પાકિસ્તાનથી ભાગીને આવેલી મહિલાને લઇને બોલ્યા ગદર 2ના ડાયરેક્ટર

આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં અનિલ શર્માએ સીમા હૈદર અને ગદર વિશે વાત કરી હતી. તેને સીમાના વખાણ કર્યા અને કહ્યું કે, તે ખૂબ બહાદુર છે. તે તેના પ્રેમને મળવા ભારત આવી હતી.

Anil Sharma On Seema Haider: પોતાના પ્રેમ માટે પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા હૈદર આજકાલ ભારતમાં હેડલાઇન્સ બની ચૂકી છે. પ્રેમ માટે સીમાએ પોતાનું ઘર અને પોતાનો દેશ છોડી દીધો છે ? સીમાની સ્ટૉરી કોઈ ફિલ્મથી કમ નથી. હવે સીમાની આ સ્ટૉરી પર ગદર ફિલ્મના ડાયરેક્ટરે મોટા સવાલો કર્યા છે, તેમને કહ્યું કે, સીમાની સ્ટૉરી મને ગદરની યાદ અપાવે છે. કેવી રીતે તારા સિંહ પોતાની પત્ની અને બાળક માટે પાકિસ્તાન ગયો. ગદરના ડાયરેક્ટર અનિલ શર્મા સીમા વિશે વાત કરે છે કે સીમા ગદરની ફિમેલ તારા સિંહ છે. 

આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં અનિલ શર્માએ સીમા હૈદર અને ગદર વિશે વાત કરી હતી. તેને સીમાના વખાણ કર્યા અને કહ્યું કે, તે ખૂબ બહાદુર છે. તે તેના પ્રેમને મળવા ભારત આવી હતી. ત્યાં જ છોકરાએ સીમાને બાળકો સાથે સ્વીકારી લીધી. તે પ્રેમ માટે આટલી લાંબી મજલ કાપી છે, તેનું અહીં સ્વાગત થવું જોઈએ.

સીમા છે ફિમેલ તારા સિંહ - 
અનિલ શર્માએ સીમાને મહિલા તારા સિંહ તરીકે ઓળખાવી હતી. તેમને કહ્યું- હું તે છોકરીને તારા સિંહનું સ્ત્રી સંસ્કરણ કહીશ. તેનામાં એટલી હિંમત હતી કે તે કોઈની પરવા કર્યા વિના અહીં આવી હતી. આ સરળ નથી. ફિલ્મ જોયા પછી ભલે તેને પ્રેમ ના થયો હોય, પરંતુ ફિલ્મ જોયા પછી તેને હિંમત તો મળી જ હશે કે તેને તારા સિંહ પાસેથી હિંમત મળી હશે. જો તેઓ કરી શકે તો હું કેમ નહીં.

ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારત આવી હતી. સીમા અને સચીન 2019માં ઓનલાઈન ગેમ PubG દ્વારા મળ્યા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ હતો. આ વર્ષે માર્ચમાં બંને નેપાળમાં મળ્યા હતા અને ત્યાં લગ્ન કર્યા હતા. જે બાદ તે પોતાના દેશ પરત ફર્યો હતો. હવે સીમા 13 મેના રોજ નેપાળ થઈને ભારત આવી હતી.

બોક્સ ઓફિસ પર સપાટો બોલાવનારી 'ગદર-2'ને બનતા 22 વર્ષ કેમ લાગી ગયા ???

સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 2' આ વર્ષે 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ આ દિવસોમાં ફિલ્મનું જોરદાર પ્રચાર કરી રહી છે. દરમિયાન, ફિલ્મના નિર્દેશક અનિલ શર્માએ જણાવ્યું છે કે, ઇતિહાસ સર્જનારી ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'નો બીજો ભાગ આવવામાં આટલો સમય કેમ લાગ્યો. વર્ષ 2001માં જ્યારે 'ગદર' સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, તે સમયે બધાના હોઠ પર માત્ર તારા સિંહ અને સકીનાનું નામ હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. હવે ટૂંક સમયમાં જ દર્શકોને તારા-સકીનાની લવ સ્ટોરી ફરી એકવાર પડદા પર જોવાનો મોકો મળવાનો છે. 'ગદર 2'માં મેકર્સ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને રિક્રિએટ કરવાના છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયા બાદ ચાહકોની ઉત્તેજનાનું સ્તર પહેલા કરતા પણ વધી ગયું છે. સની દેઓલ ગદર 2માં તારા સિંહના પાત્રથી લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. પરંતુ બ્લોકબસ્ટર હોવા છતાં ફિલ્મનો બીજો ભાગ બહાર આવતાં આટલો સમય કેમ લાગ્યો. હવે આ વાતનો ખુલાસો ખુદ ડિરેક્ટર અનિલ શર્માએ કર્યો છે.

50 સ્ક્રિપ્ટ રિજેક્ટ કર્યા પછી મળી રિયલ સ્ટોરી

ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ ETimes ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમની પાસે ગદર 2 માટે ઘણી સ્ટોરીઝ છે. પરંતુ તેમણે લખેલી બધી સ્ટોરીઝ દિગ્દર્શકને ક્લિક કરી શકી ન હતી, કે તે તેનાથી વધુ ખુશ નહોતી. અંતિમ સ્ક્રિપ્ટ પહેલા દિગ્દર્શકે 50 વાર્તાઓને નકારી કાઢી હતી. તેઓ ગદરના બ્રાન્ડ નેમ પર ફિલ્મ બનાવવા માંગતા ન હતા, પરંતુ તેઓ તારા સિંહ અને સકીનાની વાસ્તવિક સ્ટોરીને દર્શકો સમક્ષ રજૂ કરવા માંગતા હતા. જે તેમની સ્ટોરીને આગળ લઈ જઈ શકે. લગભગ 50 સ્ટોરીઓ સાંભળ્યા બાદ આ સ્ટોરી સાથે તેમના મગજમાં ઘંટડી વાગી અને તેમને આ ફિલ્મ બનાવવામાં 22 વર્ષ લાગ્યા.

ગદર 2 ની સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપવાનું આ હતું કારણ 

આગળ વાત કરતા અનિલ શર્માએ જણાવ્યું કે, એક દિવસ તેમના કો-રાઈટર શક્તિમાન તેમને તેમના ઘરે મળવા આવ્યા અને 2 મિનિટનો સમય માંગ્યો અને કહ્યું કે, તેમની પાસે ગદર 2 માટે એક શાનદાર સ્ટોરી છે. તેનો ચહેરો જોઈને અનિલ શર્મા સમજી ગયા કે તેણે અંતિમ સ્ક્રિપ્ટ પસંદ કરી છે. અનિલ જેમણે શક્તિમાન સાથે કામ કર્યું હતું, તેથી જાણતો હતો કે એક સ્ટોરી શક્તિશાળી અને અદભૂત હોઈ શકે છે. ત્યાર બાદ તેણે સની દેઓલ અને ઝી સ્ટુડિયો સાથે વાર્તા શેર કરી. ફિર ક્યા થા કહાનીએ દરેકના દિલને સ્પર્શી લીધું. અનિલ શર્માએ એ પણ જણાવ્યું કે, તેણે ફાઈનલ કરી લીધું છે કે સની દેઓલ અને અમીષા પટેલ પાર્ટ 2 માં ફિલ્મના લીડ રોલમાં હશે. જાહેર છે કે, વર્ષ 2001માં આવેલી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદરએ લોકોને દિવાના બનાવી દીધા હતા. ફિલ્મમાં સની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે આ બંનેની જોડી ફરીથી સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ બ્લોકબસ્ટર ફિલ્મના બીજા ભાગને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget