બૉલીવુડના આ એક્ટરને દુબઇ સરકારે આપ્યા ગૉલ્ડન વિઝા, જાણો શું છે તેનુ કારણ
સોનૂએ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, દુબઇ સરકારે મને ગોલ્ડન વિઝા આપ્યા બદલ હું તેમનો આભાર માનું છું. દુબઇ મારા પસંદગીના સ્થળોમાંનું એક છે
![બૉલીવુડના આ એક્ટરને દુબઇ સરકારે આપ્યા ગૉલ્ડન વિઝા, જાણો શું છે તેનુ કારણ Bollywood actor sonu sood got golden visa by the dubai, post shares બૉલીવુડના આ એક્ટરને દુબઇ સરકારે આપ્યા ગૉલ્ડન વિઝા, જાણો શું છે તેનુ કારણ](https://static.abplive.com/wp-content/uploads/sites/5/2020/12/19193510/4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સોનુ સૂદ આજકાલ ખુબ ચર્ચામાં છે. તાજતેરમાં જ તેને એક મોટી ઉપલબ્ધિ મળી છે. એક્ટરને સંયુક્ત આરબ અમિરાત એટલે કે દુબઇની સરકારે ગૉલ્ડન વિઝા આપ્યા છે. જેને લઇને એક્ટરે ખુશી વ્યક્ત કરી છે, અને આ અંગેની તેને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ પણ કરી છે.
ખાસ વાત છે કે દુનિયાભરતમાં જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો, તે સમયે એક્ટર સોનુ સૂદે જરૂરિયાતમંદોનો ખુબ મદદ કરી હતી, એક્ટર જરૂરિયાતમંદો માટે મસીહા બનીને ઉભર્યો હતો. તેને કેટલાય લોકોને પોતાના ઘરે પહોંચાડ્યા છે, જેને લઇને દુબઇની સરકારે એક્ટરને ગૉલ્ડન વિઝાથી સન્માનિત કર્યો છે. ગૉલ્ડન વિઝા મેળવવાની એક તસવીર એક્ટરે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. જેમાં એક્ટર ગૉલ્ડન વિઝા લેતો દેખાઇ રહ્યો છે.
સોનૂએ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, દુબઇ સરકારે મને ગોલ્ડન વિઝા આપ્યા બદલ હું તેમનો આભાર માનું છું. દુબઇ મારા પસંદગીના સ્થળોમાંનું એક છે. જે વ્યક્તિગત વિકાસ માટે પણ એક ગતિશીલ જગ્યા છે. હું આ સુવિધા મળ્યા બદલ અધિકારીઓનો આભારી છું.
View this post on Instagram
સામાન્ય રીતે દુબઇના ગોલ્ડન વિઝા માટે રોકાણકાર, બિઝનેસમેન અને કોઇપણ ક્ષેત્રના વિશેષજ્ઞા જ આ વિઝા માટે અરજી કરી શકે છે. સોનૂએ આ ખુશી સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાંથી ફક્ત શાહરૂખ ખાન, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી પાસે જ દુબઇ ગોલ્ડન વિઝા છે. સોનૂ લાંબા સમયથી રૂપેરી પડદે જોવા મળ્યો નથી. કોરોના કાળ પછી તેની એકઅલગ ફેન ફોલોવિંગ થઇ ગઇ છે. સોનૂ ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ઐતિહાસિક મહાકાવ્યએકશન ડ્રામા, પૃથ્વીરાજ અને કોરાતાલા શિવ કે આચાર્યમાં કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)