(Source: ECI/ABP News/ABP Majha)
ટામેટાંના વધતાં ભાવથી બોલિવૂડ પણ પરેશાન, Suniel Shettyએ વ્યક્ત કરી ચિંતા
Suniel Shetty On Rising Tomato Prices: ટામેટાંના વધતા ભાવે દરેક માણસને પરેશાન કરી દીધો છે. આ યાદીમાં અભિનેતા સુનીલ શેટ્ટીનું નામ પણ સામેલ છે.
Suniel Shetty On Rising Tomato Prices: ભારતમાં દરેક સામાન્ય માણસ ટામેટાંના આસમાનને આંબી રહેલા ભાવથી ચિંતિત છે. ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ તેનાથી દૂર નથી. આ વાતનો ખુલાસો સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. ટામેટાંના વધતા ભાવની અસર તેમના રસોડામાં પણ જોવા મળી રહી છે. બધા લોકો એવું વિચારતા હોય કે વસ્તુઓના વધતાં ભાવ ફક્ત સામાન્ય લોકોને જ અસર કરે છે પરંતુ સુનિલ શેટ્ટીની વ્યથા જાણ્યા પછી ખરેખર લાગે છે કે મોંઘવારી તેમને પણ અસર કરે છે.
View this post on Instagram
ટામેટાંના વધતાં ભાવથી બોલિવૂડ પણ પરેશાન
તેમણે કહ્યું કે આ કિંમતોને કારણે તેમના રસોડાને પણ અસર થઈ છે. સુનીલ શેટ્ટી અનેક રેસ્ટોરન્ટનો માલિક છે. આ સાથે સુનીલ તેના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં ફળો અને શાકભાજીની ખેતી પણ કરે છે. આવી સ્થિતિમાં પણ ટામેટાંની વધતી કિંમતો તેમને ઘણી અસર કરી રહી છે. તાજેતરમાં જ તેણે આ અંગે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.
View this post on Instagram
સુનીલ શેટ્ટીએ ટામેટાં ઓછા ખાવાનું શરૂ કર્યું છે
સુનિલે જણાવ્યું કે તેની પત્ની માના શેટ્ટી એક કે બે દિવસ માટે માત્ર તાજા ફળો અને શાકભાજી ખરીદે છે. આવી સ્થિતિમાં ટામેટાંના વધતા ભાવની તેમના રસોડામાં પણ નોંધપાત્ર અસર પડી છે. તેણે કહ્યું, 'અમે તાજી ઉગાડેલી વસ્તુઓ ખાવામાં માનીએ છીએ. આ દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને છે અને તેની અસર આપણા રસોડામાં પણ પડી છે. આજકાલ હું ટામેટાં ઓછા ખાઉં છું. લોકો એવું વિચારી શકે છે કે હું સુપરસ્ટાર હોવાને કારણે મારા પર આ બાબતોની અસર નહીં થાય, પરંતુ આ સાચું નથી, અમારે આવા મુદ્દાઓનો પણ સામનો કરવો પડે છે.
View this post on Instagram