શોધખોળ કરો

Box Office : માત્ર 17 કરોડમાં બનેલી આ ફિલ્મે કરી હતી 440 કરોડની કમાણી

બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થયા બાદ 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ભૂલ ભુલૈયા 2', 'પઠાણ', 'ધ કેરાલા સ્ટોરી' જેવી ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીની આબરૂ બચાવી લીધી હતી.

India's Second Most Profitable Film : કોરોના કાળના કારણે મનોરંજન ઉદ્યોગને પણ ઘણા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થયા બાદ 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ભૂલ ભુલૈયા 2', 'પઠાણ', 'ધ કેરાલા સ્ટોરી' જેવી ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીની આબરૂ બચાવી લીધી હતી. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એવી કઈ ફિલ્મ છે જે ઓછા બજેટમાં બની હોવા છતાં આખી દુનિયામાં ખળભળાટ મચાવવામાં સફળ રહી હતી. આ ફિલ્મ બની હતી માત્ર 17 જ કરોડ રૂપિયામાં પણ કમાણી 440 કરોડ રૂપિયાની કરી હતી. 

આ યાદીમાં ન તો સલમાન ખાન છે કે ન તો આમિર ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર. ભારતની બીજી સૌથી વધુ નફો કરતી ફિલ્મ આયુષ્માન ખુરાનાની 'અંધાધુન' છે, જે માત્ર 17 કરોડના બજેટમાં બની હતી અને તેણે વિશ્વભરમાં 440 કરોડનો બિઝનેસ કરીને સનસનાટી મચાવી દીધી હતી. 

આયુષ્માન ખુરાના અને તબ્બુની અંધાધૂન વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, જે વર્લ્ડવાઈડ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 17 કરોડ હતું. પરંતુ તેણે વિશ્વભરમાં 440 કરોડની કમાણી કરી હતી. 'ન્યૂઝ 18'ના રિપોર્ટ અનુસાર, તે દેશની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

ફિલ્મે ચીનમાં મચાવી હતી 'અંધાધૂન'

આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબુ સ્ટારર ફિલ્મ 'અંધાધૂન'એ દેશમાં ઘણી કમાણી કરી હતી પરંતુ તેનો સૌથી વધુ ફાયદો ચીનને મળ્યો હતો. 'દંગલ', 'બજરંગી ભાઈજાન' અને 'પીકે' જેવી ફિલ્મો પછી 'અંધાધૂન'ને ચીનમાં ઘણો પ્રેમ મળ્યો હતો. તેણે માત્ર ચીનમાંથી 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

'અંધાધૂન' પહેલા આયુષ્માન ખુરાનાની પણ આ રહી સફળતા

'અંધાધુન' વાસ્તવમાં સાઉથની ફિલ્મની હિન્દી રિમેક હતી. આ ફિલ્મ અગાઉ તેલુગુ અને મલયાલમમાં પણ બની હતી. તેનું નામ તેલુગુમાં માસ્ટ્રો (2021) અને મલયાલમમાં ભ્રમમ (2021) હતું. બાય ધ વે, વિકી કૌશલ એ અભિનેતા છે જેની ઘણી ઓછા બજેટની ફિલ્મોએ જોરદાર બિઝનેસ કર્યો હતો. તેની ડેબ્યુ ફિલ્મ પણ તેમાંથી એક છે. 'વિકી ડોનર' માત્ર 10 કરોડના બજેટમાં બની હતી, જેણે 55 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

'અંધાધૂન' ક્યાં જોઈ શકાય? 

અંધાધૂન 2 સપ્ટેમ્બર 2019ના રોજ 800 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. તે વર્ષ 2019માં લોસ એન્જલસના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પહોંચી હતી. અત્યારે આ ફિલ્મ દર્શકો ઘરે બેસીને માણી શકશે. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget