શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી CBIએ આપ્યુ આ મોટુ નિવદેન
સીબીઆઇનુ કહેવુ છે કે તપાસ એજન્સી સુશાંતના મોત સંબંધિત પ્રૉફેશનલ તપાસ કરી રહી છે, જેમાં તમામ બાજુઓને ઉંડાણથી જોવામાં આવી રહ્યો છે, અને આજની તારીખમાં કોઇપણ સાઇડને છોડવામાં નથી આવી રહી

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી-સીબીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે. સીબીઆઇનુ કહેવુ છે કે તપાસ એજન્સી સુશાંતના મોત સંબંધિત પ્રૉફેશનલ તપાસ કરી રહી છે, જેમાં તમામ બાજુઓને ઉંડાણથી જોવામાં આવી રહ્યો છે, અને આજની તારીખમાં કોઇપણ સાઇડને છોડવામાં નથી આવી રહી.
ઉલ્લેખનીય છે કે હવે આ કેસ સાથે જોડાયેલી મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે પુછપરછ થશે. સુશાંતની બહેન પ્રિયંકા અને મીતૂ સાથે પુછપરછ કરવામાં આવશે. આ પહેલા પ્રિયંકા અને મીતૂ સાથે પુછપરછ કરાઇ ચૂકી છે. આની સાથે જ સુસાંતના જીજા આઇપીએસ ઓપી સિંહ સાથે પણ પુછપરછ થઇ શકે છે. રામ મનોહર લોહિયા હૉસ્પીટલના ડૉક્ટર તરુણ સાથે પણ સીબીઆઇની ટીમ પુછપરછ કરી કરશે. સીબીઆઇની ટીમ તમામ સાથે પુછપરછ કલમ 306 (આત્મહત્યા માટે ઉકસાવવા) અંતર્ગત કરશે.
ખરેખર, સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇને હજુ સુધી હત્યાના કોઇ સબૂત નથી મળ્યા, આવામાં સીબીઆઇ હવે આત્મહત્યા તરફ વળી છે, આવામાં સીબીઆઇ આ વાતની તપાસ કરશે કે સુશાંતને આત્મહત્યા માટે કોણે ઉકસાવ્યો.
આ મામલામાં જ્યા રિયાએ પણ પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે, તો વળી સુશાંતના પરિવાર તરફથી પણ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આવામાં સુશાંતનો પરિવાર અને રિયા બન્ને સાથે આ મામલે પુછપરછ થવાની નક્કી છે. રિયા હાલ ડ્રગ્સ મામલામાં જેલમાં બંધ છે. સુશાંતના પરિવારે રિયા પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો, તો વળી રિયાએ પણ સુશાંત પરિવાર પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement