શોધખોળ કરો
Advertisement
પોતાના નામનું ફેક એકાઉન્ટને જોઇને ગિન્નાયો આ અભિનેતા, ચેતાવણી આપીને કહ્યું- જે પણ હોય સુધરી જાય નહીં તો.....
સોનુ સૂદ ટ્વીટ કરીને જાણકારી આપતા આરોપીને ચેતાવણી પણ આપી છે. બૉલીવુડ એક્ટર સોનુ સૂદને ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે તેને ખબર પડી કે તેના નામથી ફરી એકવાર ફેક એકાઉન્ટ ચાલી રહ્યું છે. એક્ટરે ચોખ્ખા શબ્દોમાં આરોપીને ચેતાવણી આપી દીધી અને ટ્વીટ કર્યું- ભોળા -માસૂમ લોકોને છેતરવાના ગુનામાં તને જલ્દી પકડી લેવામાં આવશે, આ પહેલા તુ સુધરી જા
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ દરિયાદિલીને લઇને ખુબ ચર્ચામાં છે, જોકે હવે તેના નામ છેતરપિંડી અને ફ્રૉડને કેસ સામે આવ્યો છે. તાજેતરમાં જ તેમને એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપતા ઓરોપીને ચેતાવણી આપી પણ આપી દીધી છે. સોનુ સૂદ લૉકડાઉનમાં પ્રવાસી મજૂરો અને ગરીબોની વતન વાપસી કરાવીને ખુબ ચર્ચામાં રહ્યો હતો.
સોનુ સૂદ ટ્વીટ કરીને જાણકારી આપતા આરોપીને ચેતાવણી પણ આપી છે. બૉલીવુડ એક્ટર સોનુ સૂદને ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે તેને ખબર પડી કે તેના નામથી ફરી એકવાર ફેક એકાઉન્ટ ચાલી રહ્યું છે. એક્ટરે ચોખ્ખા શબ્દોમાં આરોપીને ચેતાવણી આપી દીધી અને ટ્વીટ કર્યું- ભોળા -માસૂમ લોકોને છેતરવાના ગુનામાં તને જલ્દી પકડી લેવામાં આવશે, આ પહેલા તુ સુધરી જા.
આવુ પહેલીવાર નથી જ્યારે સોનુ સૂદના નામ પર આવી હરકતો ચાલી રહી હોય. આ પહેલા પણ આ પ્રકારના કેટલાય કેસો સામે આવી ચૂક્યા છે. આ પછી ખુદ અભિનેતાએ ખુદ સામે આવીને પોતાના ફેન્સને ચેતવવા પડ્યા છે, જેથી તે છેતરપિંડી કે ફ્રૉડનો શિકાર ના બની જાય.
નોંધનીય છે કે, કોરોના વાયરસ દરમિયાન લૉકડાઉનમાં એક્ટર સોનુ સૂદે દેશના પ્રવાસી મજૂરો અને ગરીબોને ઘર સુધી પહોંચાડવા ખુબ મદદ કરી હતી. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે. હાલના સમયમાં સોનુ સૂદ ગરીબોનો મસીહા બની ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement