શોધખોળ કરો
Advertisement
કોરોનાની મહમારીમાં ઋતિક રોશને બોલિવૂડના 100 ડાન્સરોની કરી મદદ, જાણો વિગત
કોરોનાના આ કપરા કાળમાં ઋતિક રોશ બોલિવૂડના 100 ડાન્સરોની મદદ માટે આગળ આવ્યો
મુંબઈ: કોરોના મહામારીના કારણે દુનિયા આખી થંભી ગઈ છે. અનેક વ્યવસાય સહિત મનોરંજ ઉદ્યોગ પણ લોકડાઉનનો માર ઝીલી રહ્યો છે. ત્યારે આ કપરા સમયમાં ઋતિક રોશન તે લોકોની મદદ માટે આગળ આવ્યા છે, જેને ખેરખર તેની જરૂર છે. હાલમાં અનેક પ્રોજેક્ટ્સના શૂટિંગ પર રોક લાગી છે અને દિહાડી મજૂરો તથા સમુહ ડાન્સ કરનાર સૌથી વધુ પ્રભાવિત થયા છે.
બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફ, બોસ્કો પાસેથી આ જાણીને ઋતિક રોશને તે 100 બોલિવૂડ ડાન્સરોના ખાતામાં પૈસા જમા કર્યા છે, જેમની સાથે તે અગાઉ ગમે ત્યારે કામ અને પરફોર્મ કરી ચૂક્યા છે.
બોલિવૂડ સોન્ગના ડાન્સર કોર્ડિનેટર રાજ સુરાનીએ જણાવ્યું કે, “ઋતિક રોશને આ કપરા સમયમાં 100 ડાન્સર્સની મદદ કરી છે. તેમાંથી કેટલાક પોતાના વતન જતા રહ્યા છે, જ્યારે કેટલાક મકાન ભાડુ ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અને એક ડાન્સરનો પરિવાર કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યો છે. એવામાં તે તમામ માટે ઋતિક રોશની મદદ ખૂબજ મહત્વપૂર્ણ સમય પર આવી છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement