શોધખોળ કરો
પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન આપ્યા બાદ હવે અક્ષય કુમારે BMCને આપ્યા આટલા બધા રૂપિયા, જાણો વિગતે
અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયાનુ દાન ડૉક્ટરો માટે પીપીઇ, માસ્ક અને રેપિડ ટેસ્ટ કિટ ખરીદવા માટે આપ્યુ છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં સતત મદદ કરી રહ્યો છે, અક્ષયે પહેલા પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનુ દાન આપ્યુ, હવે તેને બીએમસીને 3 કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયાનુ દાન ડૉક્ટરો માટે પીપીઇ, માસ્ક અને રેપિડ ટેસ્ટ કિટ ખરીદવા માટે આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે ડૉક્ટરો તકરફથી સતત માંગ રહી છે કે, તેમને પીપીઇ (Personal protective equipment) આપવામાં આવે. આ એક એવી કિટ હોય છે, જે પહેરીને ડૉક્ટરો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરે છે. અને પોતાની જાતને આ સંક્રમણથી બચાવી શકે છે.
એક્ટર અક્ષય કુમારે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીના કેર ફંડમાં 25 કરોડ રૂપિયા ડૉનેટ કરીને કોરોના સામે મદદ કરી હતી.
એક્ટર અક્ષય કુમારે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીના કેર ફંડમાં 25 કરોડ રૂપિયા ડૉનેટ કરીને કોરોના સામે મદદ કરી હતી. વધુ વાંચો





















