શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિદ્યા બાલન ફરીથી આવી મદદે, કોરોના સામે લડવા 2500 PPE કિટ અને લાખો રૂપિયાનું કર્યુ દાન
વિદ્યાએ સેલિબ્રિટી શાઉટ-આઉટ પ્લેટફોર્મ ટ્રિંગની સાથે, દ્રશ્યમ ફિલ્મના મનિષ મુંદ્રા અને ફોટોગ્રાફર સહ ફિલ્મ નિર્માતા અતુલ કાસ્બેકરની સાથે મળીને આ કામ કર્યુ છે
મુંબઇઃ કોરોના સામે લડવા માટે એક્ટ્રેસ વિદ્યા બાલન ફરીથી મદદે આવી છે, વિદ્યા બાલને હેલ્થ વર્કર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. હવે તેને એકવાર ફરીથી એક મોટી રકમ દાન કરી છે.
વિદ્યા બાલને ઇન્સ્ટાગ્રામની મદદથી જણાવ્યુ કે તેને જરૂરિયાતમંદોની મદદ માટે ફંડ એકઠુ કર્યુ છે, વિદ્યાએ કહ્યું કે આ વાતથી તે ખુબ ખુશ છે કે તેને ડૉક્ટરો માટે 2500થી વધુ PPE કિટ્સ અને 16 લાખ રૂપિયા ભેગા કર્યા છે.
વિદ્યાએ સેલિબ્રિટી શાઉટ-આઉટ પ્લેટફોર્મ ટ્રિંગની સાથે, દ્રશ્યમ ફિલ્મના મનિષ મુંદ્રા અને ફોટોગ્રાફર સહ ફિલ્મ નિર્માતા અતુલ કાસ્બેકરની સાથે મળીને આ કામ કર્યુ છે.
વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે કહી રહી છે કે, તેને આનંદ છે કે તે કોઇને મદદ કરી રહી છે, વિદ્યાએ વીડિયોમાં કહ્યું- હું આજે સવારે સારા સમાચાર સાથે જાગી છું, અમે 2500 પીપીઇ કિટ સુધી પહોંચી ચૂક્યા છીએ, અને થોડાક કલાકોમાં જ 16 લાખ રૂપિયાથી વધુ રૂપિયા એકઠા પણ કરી લીધા છે. તમારામાંથી પ્રત્યેકે જે દાન કર્યુ છે અને અને આને સંભવ બનાવ્યુ છે, બધાને ખુબ ખુબ ધન્યવાદ. તમને બધાને ખુબ ખુબ આશીર્વાદ. આ વાસ્તવમાં ભારતની એકતા અને ભાવના છે.
વીડિયોની સાથે વિદ્યાએ લખ્યું- દુનિયાભરમાંથી મળેલા સહયોગ, તમારા દાન માટે ખુબ ખુબ આભાર, હું આ સમાચાર શેર કરી રહી છું, અમે થોડાક કલાકોમાં જ 2500 કિટ, 16 લાખ રૂપિયાથી વધારે એકઠા કર્યા છે. મદદ માટે આભાર. અમારા શરૂઆતી લક્ષ્યને ડબલ કરવા માટે તમારી મદદ માટે આભાર.
નોંધનીય છે કે, આ પહેલા બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને ડૉક્ટરો અને હેલ્થ કેર વર્કર્સ માટે 1000 પીપીઇ કિટ દાન કરી હતી, જે કૉવિડ-19થી અમને સુરક્ષિ રાખવા માટે સૌથી આગળ ઉભા રહીને આનો સામનો કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion