(Source: ECI/ABP News/ABP Majha)
FIFA World Cup ટ્રોફી લોન્ચ કરતાં પઠાણ એક્ટ્રેસ Deepika Padukoneએ રચ્યો ઇતિહાસ, પોતાના નામે કરી આ મોટી સિદ્ધિ
FIFA વર્લ્ડ કપ 2022: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે કતારના લુસેલ સ્ટેડિયમ ખાતે FIFA વર્લ્ડ કપ 2022 ટ્રોફી લોન્ચ કરી.આ સાથે તે આવું કરનાર પ્રથમ ભારતીય બની ગઈ છે.
Deepika Padukone FIFA World Cup 2022: FIFA વર્લ્ડ કપ 2022 રવિવારે ખૂબ જ ખાસ બન્યો. કતારના લુસૈલ સ્ટેડિયમમાં જ્યારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની હાજરીએ પણ આ મેચને ખાસ બનાવી હતી. આ દરમિયાન 'પઠાણ' અભિનેત્રીએ FIFA વર્લ્ડ કપ 2022 ટ્રોફી લોન્ચ કરીને એક સિદ્ધિ હાંસલ કરી છે. દીપિકા પાદુકોણ FIFA ટ્રોફી જાહેર કરનાર પ્રથમ ભારતીય બની છે. જેણે ભારતને ફરીથી ગૌરવ અપાવ્યું છે.
ભારત માટે આ ખાસ ક્ષણ
સુપરસ્ટાર અને ભારતની સૌથી મોટી ગ્લોબલ એમ્બેસેડર ફીફા વિશ્વ કપ ટ્રોફીને એક સ્પેશિયલ કમિશન કરવામાં આવેલા ટ્રકમાં લઈ ગયા અને લુસૈલ સ્ટેડિયમમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું 6.175 કિગ્રા વજન ધરાવતી અને 18-કેરેટ સોના અને માલાકાઈટથી બનેલી ટ્રોફીને માત્ર થોડા જ લોકો સ્પર્શ કરી શકે છે અને પકડી શકે છે. ભૂતપૂર્વ ફિફા વર્લ્ડ કપ વિજેતાઓ અને રાજ્યના વડાઓ આમાં સામેલ છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત સમગ્ર ભારત માટે તે ખૂબ જ ખાસ ક્ષણ બની ગઈ. ટ્રોફી લોન્ચ દરમિયાન દીપિકા સ્પેનિશ ફૂટબોલર ઈકર કેસિલાસ ફર્નાન્ડીઝ સાથે પ્રવેશી હતી. આ ઇવેંટ ખૂબ જ ઉત્સાહથી ભરેલી રહી.
[Video] Deepika Padukone unveiling the #FIFAWorldCup trophy pic.twitter.com/aRhbZu9z4q
— Deepika Padukone FC (@DeepikaPFC) December 18, 2022
આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી
સફેદ શર્ટ, બ્રાઉન ઓવરકોટ, બ્લેક બેલ્ટ અને તેની બિલિયન ડૉલરની સ્માઇલ સાથે સજ્જ દીપિકા પાદુકોણ આ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અને આકર્ષક લાગી રહી હતી. દીપિકાના આ લુકએ ફેન્સને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા અને અભિનેત્રીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ 'પઠાણ' અભિનેત્રીને તેમના કેમેરામાં ક્લિક કરવા માટે બેતાબ બન્યા હતા.
દીપિકાએ ઘણી વખત ભારતને ગૌરવ અપાવ્યું છે
તેની કારકિર્દી દરમિયાન સુપરસ્ટાર દીપિકા પાદુકોણે પોતાના દેશ ભારતને અનેક વાર ગૌરવ અપાવ્યું છે. અભિનેત્રી, નિર્માતા, ઉદ્યોગસાહસિક અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતીએ તેની વૈશ્વિક સિદ્ધિઓમાં વધુ એક પીંછું ઉમેર્યું છે.