‘કપડા ઉતારો..’, જ્યારે ડાયરેક્ટરે કરી ગંદી ડિમાન્ડ, રડવા લાગી હતી એક્ટ્રેસ
ટીવી અને બોલિવૂડમાં પોતાની છાપ છોડવા માટે અભિનેત્રીઓને ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે.

Jasmin Bhasin Casting Couch Experience : ટીવી અને બોલિવૂડમાં પોતાની છાપ છોડવા માટે અભિનેત્રીઓને ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. સંઘર્ષના સમયગાળા દરમિયાન ઘણી વખત તેઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર પણ બને છે. ઘણી લોકપ્રિય અભિનેત્રીઓ પણ આ અંગે ખુલીને વાત કરી છે. થોડા સમય પહેલા અલી ગોનીની ગર્લફ્રેન્ડ અને નાના પડદાની પ્રખ્યાત એક્ટ્રેસ જાસ્મિન ભસીને પણ તેની સાથે બનેલી એક ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ચાલો જાણીએ તેણીએ શું કહ્યું હતું.
ડાયરેક્ટરે જાસ્મિન પાસે ગંદી માંગણીઓ કરી હતી
ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં, જાસ્મિન ભસીને કાસ્ટિંગ કાઉચ વિશે ખુલ્લીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તે મારી કારકિર્દીની શરૂઆત હતી અને હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં, જ્યાં પણ મને ખબર પડતી, હું ઓડિશન માટે જતી. આ સમય દરમિયાન મેં એક ડિરેક્ટર સાથે વાત કરી અને તેણે મને મીટિંગ માટે બોલાવી હતી. જ્યારે હું ત્યાં પહોંચી, ત્યારે તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. પરંતુ તેના શબ્દો ખૂબ જ વિચિત્ર હતા. જે હું સમજી શકતી ન હતી.
View this post on Instagram
ડાયરેક્ટરની આ વાત પર જાસ્મિન ખૂબ રડી હતી
જાસ્મિન આગળ કહે છે કે, થોડા સમય પછી તે ડિરેક્ટરે મને મારા કપડાં ઉતારવાનું કહ્યું. કારણ કે તે મને બિકીનીમાં જોવા માંગતો હતો. તેણે એમ પણ પૂછ્યું કે તમે હિરોઈન બનવા માટે કઈ હદ સુધી જઈ શકો છો ? તેના નિવેદનથી મને ડર લાગ્યો અને હું ત્યાંથી ભાગી ગઈ. આ ઘટના પછી, હું ઘરે આવી અને ખૂબ જ રડી હતી.
લવ લાઈફને લઈ ચર્ચામાં જાસ્મિન
જાસ્મિન ભસીને કહ્યું કે, "આ પછી મને સમજાયું કે છોકરીઓએ પોતાની શરતો પર કેવી રીતે કામ કરવું તે જાણવું જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ." આ દિવસોમાં જાસ્મિન તેના કામ કરતાં તેની લવ લાઈફને લઈ વધુ ચર્ચામાં રહે છે. અભિનેત્રી મુસ્લિમ અભિનેતા અલી ગોનીને ડેટ કરી રહી છે. બંનેએ તાજેતરમાં સાથે રહેવાનું શરૂ કર્યું. તેણીને આ માટે ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો આ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.





















