શોધખોળ કરો
Advertisement
એક ડાયલૉગના કારણે વિવાદોમાં ફસાઇ આ મોટી ફિલ્મ, મળી કોર્ટની નૉટિસ
ફિલ્મ ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર દ્વારા બનાવવામાં આવેલી આ મોટી ફિલ્મ 'પાનીપત' રિલીઝ પહેલા જ એક ડાયલૉગના કારણે વિવાદોમાં ઘેરાઇ છે
મુંબઇઃ બૉલીવુડની વધુ એક ફિલ્મ 'પાનીપત' વિવાદોમા ઘેરાઇ છે, ફિલ્મ ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર દ્વારા બનાવવામાં આવેલી આ મોટી ફિલ્મ 'પાનીપત' રિલીઝ પહેલા જ એક ડાયલૉગના કારણે વિવાદોમાં ઘેરાઇ છે.
તાજેતરમાં જ પેશવા બાજીરાવના વંશજે દાવો કર્યો છે કે આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'પાનીપત'માં મહાન મરાઠા સેનાપતિ અને તેની બીજી પત્ની મસ્તાનીને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે. તેઓ આ ફિલ્મને લઇને કોર્ટમાં પહોંચ્યા છે, હવે 'પાનીપત'ને કાયદેસરની કોર્ટની નૉટિસ પણ મળી છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભોપાલમાં રહેનારા પેશવા બાજીરાવની આઠમી પેઢીના વંશજ નવાબજાદા શાદાબ અલી બહાદુરે ફિલ્મના નિર્માતા સુનીતા ગોવારીકર અને રોહિત શેલતાકર અને નિર્દશક આશુતોષ ગોવારીકરને એક ડાયલૉગ પર નૉટિસ મોકલી છે.
ફિલ્મના ટ્રેલરમાં પાર્વતી બાઇ તરીકે અભિનેત્રી કૃતિ સેનના આ ડાયલૉગ બોલતી દેખાઇ રહી છે. આમાં તે કહે છે, "મેને સુના હૈ પેશવા જબ અકેલે મુહિમ પર જાતે હૈ, તો એક મસ્તાની કે સાથ લૌટતે હૈ."
હવે આ ડાયલૉગને લઇને તેમના વંશજને લાગે છે કે ફિલ્મમાં મસ્તાની અને પેશવા બાજીરાવનુ અપમાન કરવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement