શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસ છે વિશ્વમાં સૌથી વધુ કમાતી એક્ટ્રેસ, વરસની 340 કરોડની કમાણી, એન્જેલિનાને છોડી પાછળ
ફૉર્બ્સના લિસ્ટમાં વર્ષ 2020 માટે સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસના લિસ્ટમાં સોફિયા વેરગારા પ્રથમ નંબર પર છે, અને તેને સ્ટાર એક્ટ્રેસ એન્જેલિનાને પાછળ પાડી દીધી છે
નવી દિલ્હીઃ ફૉર્બ્સે આ વર્ષની હાઇએસ્ટ પેડ લિસ્ટની યાદી જાહેર કરી દીધી છે, જેમાં મૉર્ડન ફેમિલી સ્ટાર સોફિયા વેરગારા ટૉપ પર છે. આ હૉટ એક્ટ્રેસ વરસની 43 મિલીયન ડૉલરની કમાણી સાથે ફૉર્બ્સની યાદીમાં ટૉપની પૉઝિશનમાં છે.
ફૉર્બ્સની યાદીમાં બીજા નંબર પર હૉલીવુડ એક્ટર એન્જેલિના જોલી છે. એટલે કે સોફિયાએ એન્જેલિનાને કમાણીના મામલે પાછળ પાડી દીધી છે. એન્જેલિનાનએ વરસની 35.5 મિલીયન ડૉલરની કમાણી કરી છે.
મૉર્ડન ફેમિલી એક એપિસૉડ માટે સોફિયા વેરગારાને 500,000 મિલીયન આપે છે. રિયાલિટી શૉ અમેરિકન ગૉટ ટેલેન્ટ માટે જજ તરીકે સોફિયાને દર સિઝનના 10 મિલીયન ડૉલર મળે છે. મૉર્ડન ફેમિલી શૉએ એમી એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો, અને 11 સફળતાપૂર્વક સિઝન બાદ છેવટે એપ્રિલમાં આ વર્ષે પુરો થઇ ગયો હતો.
ફાઇલ તસવીર
આમ ફૉર્બ્સના લિસ્ટમાં વર્ષ 2020 માટે સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસના લિસ્ટમાં સોફિયા વેરગારા પ્રથમ નંબર પર છે, અને તેને સ્ટાર એક્ટ્રેસ એન્જેલિનાને પાછળ પાડી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion