સલમાન ખાનને આ હૉટ એક્ટ્રેસે આપી ધમકી, કહ્યું - મહિલાઓ સાથે તે બહુ કાંડ કર્યા, હવે બહાર આવશે.......
આ વખતે સોમી અલીએ સલમાનને એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ કરતા કાંડને ખુલ્લા પાડવાની ધમકી આપી છે.
મુંબઇઃ બૉલીવુડ દબંગ ખાન સલમાન ખાને પૂર્વ ગર્લફ્રેન્ડ તરફથી એક મોટી ધમકી મળી છે. પૂર્વ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સોમી અલીએ સલમાન પર મહિલાઓ સાથેના દુર્વ્યવહારનો એક મોટો આરોપ લગાવ્યો છે. 90ના દાયકામાં સલમાન અને સોમી અલી બન્ને વચ્ચે લવશીપ હતી, જોકે, બાદમાં બન્ને એકબીજાથી અલગ થઇ ગયા હતા. હવે 23 વર્ષ બાદ એક્ટ્રેસ સોમી અલીએ સલમાનને પોતાના કાંડને ખુલ્લા પાડવાની ધમકી આપી છે.
આ વખતે સોમી અલીએ સલમાનને એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ કરતા કાંડને ખુલ્લા પાડવાની ધમકી આપી છે. તેને ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ કરતાં બૉલીવુડની મહિલાઓ પર શોષણ કરવાની ધમકી આપી છે. આ માટે તેને એક સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ પણ કરી છે. સોમી અલીએ સલમાન ખાનને પોતાની પૉસ્ટમાં 'બૉલીવુડનો હાર્વે વેન્સ્ટેન' ગણાવ્યો છે. સોમી અલીએ કહ્યું કે, એક દિવસ તારા પાપ બહાર આવશે.
ખાસ કરીને સલમાન અને ઐશ્વર્યાના સંબંધો ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે એવા અહેવાલો આવ્યા હતા કે સલમાને નશામાં ઐશ્વર્યા પર કથિત રીતે મારપીટ કરી હતી.
સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે સલમાન ખાન અને ભાગ્ય શ્રીની ફિલ્મ મૈંને પ્યાર કિયાના સીનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ક્રીન શૉટ સાથે સોમી અલીએ લખ્યું છે જે ‘બોલિવૂડ કે હાર્વી વિન્સટીન’ એક દિવસ તું પણ એક્સપોઝ થઈશ. તે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે તે એક દિવસ બહાર આવશે અને તેઓ સત્ય કહેશે. જેમ ઐશ્વર્યા રાય બચ્ચને કર્યું હતું.
હાર્વી વિન્સટીન એક પ્રખ્યાત હોલીવુડ નિર્માતા અને ફિલ્મ નિર્માતા છે. હાર્વે પર બળાત્કાર, મારપીટ, યૌન ઉત્પીડન અને એક નહીં, બે નહીં પરંતુ અનેક મહિલાઓ અને અભિનેત્રીઓને ધમકાવવાનો આરોપ હતો. જેમાં કેટ બ્લેન્કેટ, લિસા કેમ્પબેલ, અવા ગ્રીન, એન્જેના જોલી જેવી પ્રખ્યાત અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ હાર્વી વિન્સટીનને કોર્ટે 23 વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત