શોધખોળ કરો

સુકેશ ચંદ્રશેખરે Jacqueline Fernandezને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા, સુનાવણી પર કહ્યું- તેને કહેજો..

Sukesh Chandrashekhar Fraud Case: જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટમાં સુકેશ ચંદ્રશેખર વિશે કહ્યું હતું કે તેણે તેની લાગણીઓ સાથે રમત રમી અને તેનું જીવન નર્ક બનાવી દીધું.

Sukesh Chandrashekhar Fraud Case: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિઝને વેલેન્ટાઈન ડે પર શુભેચ્છા પાઠવી છે. પત્રકારો સાથે વાત કરતા સુકેશે કહ્યું, "તેને (જેકલીન ફર્નાન્ડિઝ) મારી તરફથી વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવું છું." મંગળવારે જ્યારે સુકેશ કોર્ટરૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે જેકલીન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર તે શું કહેવા માંગે છે?

"તેને મારા તરફથી હેપ્પી વેલેન્ટાઇન કહેજો"

મીડિયાને જવાબ આપતાં સુકેશ ચંદ્રશેખરે કહ્યું, "હું તેના (જેકલીન ફર્નાન્ડિઝ) વિશે કંઈપણ કહેવા માંગતો નથી. મારા વિશે આવું કહેવા માટે તેની પાસે કારણો હોવા જ જોઈએ. હું તેના વિશે કંઈ કહેવા માંગતો નથી." જ્યારે જેક્લીન સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુકેશે કહ્યું, "તેને મારા તરફથી હેપ્પી વેલેન્ટાઈન ડેની શુભેચ્છા."

જેકલીને આ વાત સુકેશ માટે કહી હતી

જણાવી દઈએ કે તાજેતરમાં જ જેકલીન ફર્નાન્ડિઝે કોર્ટમાં સુકેશ ચંદ્રશેખર વિશે કહ્યું હતું કે તેણે તેની લાગણીઓ સાથે રમત રમી અને તેનું જીવન નર્ક બનાવી દીધું. નોંધનીય છે કે જેકલીન ફર્નાન્ડિઝ પણ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સંડોવાયેલી છે અને તે લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: Dream Girl 2 Release Date: આયુષ્માન ખુરાનાએ બેકલેસ ચોલી પહેરી કરી પઠાણ સાથે વાત, રિલીઝ ડેટ જણાવી

Dream Girl 2 Release Date: બોલિવૂડના મોસ્ટ અવેટેડ કોમેડી એન્ટરટેનર આયુષ્માન ખુરાના સ્ટારર 'ડ્રીમ ગર્લ 2'ની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે આયુષ્માન ખુરાનાએ સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો કે ડ્રીમ ગર્લ પૂજા પાછી ફરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કરીને તેના ચાહકોને રિલીઝ ડેટ વિશે પણ જાણકારી આપી હતી.

'ડ્રીમ ગર્લ 2' ક્યારે રિલીઝ થશે?

અભિનેતાએ તેના ઇન્સ્ટા પર શેર કરેલા ટીઝરમાં બેકલેસ લહેંગા પહેરેલ આયુષ્માન ઉર્ફે પૂજાને ફોન પર 'પઠાણ'ના શાહરૂખ ખાન સાથે વાત કરતા સાંભળી શકાય છે. ટીઝરને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, "બ્રેકિંગ ન્યૂઝ: @pooja___dreamgirl પાછી આવી ગઇ છે! #7 તારીખે એકસાથે જોઈશું! #DreamGirl2 7મી જુલાઈ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે." ટીઝરમાં, આયુષ્માન ખુરાનાનો ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી, જો કે, તે પૂજા નામની છોકરીના પોશાક પહેરીને બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' અભિનેતા શાહરૂખ ખાન સાથે ફોન પર વાત કરતી જોઈ શકાય છે.

'ડ્રીમ ગર્લ 2' 2019માં આવેલી 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ છે

બાલાજી ટેલિફિલ્મ્સની 'ડ્રીમ ગર્લ 2' એ 2019માં રિલીઝ થયેલી અત્યંત સફળ ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ છે. પ્રથમ હપ્તો બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહ્યો હતો અને તેની અનોખી વાર્તા અને આયુષ્માનના મજબૂત અભિનયને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ફિલ્મમાં આયુષ્માનને એક એવા પુરુષ તરીકે દર્શાવવામાં આવ્યો હતો જે સ્ત્રીના અવાજની નકલ કરી શકે છે અને આ કોન્સેપ્ટ દર્શકોને પસંદ આવ્યો હતો.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

આયુષ્માન ખુરાના સિવાય આ ફિલ્મમાં અનન્યા પાંડે, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, વિજય રાજ, અન્નુ કપૂર, સીમા પાહવા, મનોજ જોશી, અભિષેક બેનર્જી અને મનજોત સિંહ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર દ્વારા નિર્મિત છે. નિર્માતાઓએ વચન આપ્યું છે કે સિક્વલ પહેલા ભાગ કરતાં પણ વધુ આનંદી અને મનોરંજક હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget