રાજનિતીમાં ડેબ્યૂ કરનાર અનુપમાએ કર્યો છે ખુબ સંઘર્ષ, જાણો કેવી રીતે પહોંચી ફર્શથી અર્શ સુધી
ટીવી જગતની આ અભિનેત્રીએ ફિલ્મો દ્વારા મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રૂપાલી ગાંગુલી પહેલીવાર બાળ કલાકાર તરીકે 'સાહેબ' અને 'મેરા યાર મેરા દુશ્મન'માં જોવા મળી હતી
સ્ટાર પ્લસનો શો અનુપમા છેલ્લા ઘણા સમયથી ટેલિવિઝન પર રાજ કરી રહી છે. રાજન શાહીના આ શોમાં રૂપાલી ગાંગુલી પ્રખ્યાત પુત્રવધૂ અનુપમાનો રોલ કરી રહી છે. ફિલ્મો અને ટેલિવિઝનમાં લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ રૂપાલીએ હવે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે. બુધવારે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
રૂપાલી ગાંગુલી ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. રાજન શાહી દ્વારા નિર્દેશિત તેમનો શો 'અનુપમા' છેલ્લા ઘણા વર્ષોથી ટીવી પર નંબર 1 રહ્યો છે. આ પાત્ર સાથે તેણે હંમેશા સામાન્ય માણસને જોડાયેલો અનુભવ કરાવ્યો છે. ટેલિવિઝન સિવાય અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ પણ બોલિવૂડમાં ઘણું કામ કર્યું છે. ફિલ્મો અને ટીવીની દુનિયામાં લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ હવે દરેકની ફેવરિટ 'અનુપમા' રૂપાલી ગાંગુલીએ રાજકારણની દુનિયામાં એન્ટ્રી કરી છે. તેઓ તાજેતરમાં જ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે..
રૂપાલી ગાંગુલીનો ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ક્રેઝ છે. રૂપાલી ગાંગુલીના ચાહકો તેના શોની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે રૂપાલી ગાંગુલી આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે અભિનેત્રીને લાંબા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું. ચાલો જાણીએ રૂપાલી ગાંગુલીના સંઘર્ષ ગાથા.
ફિલ્મોથી કર્યું હતું ડેબ્યું
ટીવી જગતની આ અભિનેત્રીએ ફિલ્મો દ્વારા મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રૂપાલી ગાંગુલી પહેલીવાર બાળ કલાકાર તરીકે 'સાહેબ' અને 'મેરા યાર મેરા દુશ્મન'માં જોવા મળી હતી. આ ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ 'અંગારા' સાથે અન્ય કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, રૂપાલી ગાંગુલીને તે સફળતા મળી શકી ન હતી જેના માટે તેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.
આ શોમાં કામ કર્યું છે
આ ફિલ્મોમાં કામ કર્યા બાદ રૂપાલી ગાંગુલીએ ટીવી ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા. રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ 'સુકન્યા'માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ બીજા ઘણા શોમાં કામ કર્યું. આ પછી અભિનેત્રીએ 'સંજીવની'માં નેગેટિવ રોલ કરીને ઘણું નામ કમાઇ, તેમને 'સંજીવની'માં તેમના ઉત્કૃષ્ટ કામ માટે ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી 'ભાભી', 'કહાની ઘર ઘર કી', 'બિગ બોસ 1' અને 'અદાલત' જેવા ઘણા શોમાં જોવા મળી હતી, જો કે આ પછી પણ રૂપાલી ગાંગુલીને ખૂબ જ મજબૂત શોની જરૂર હતી.
આ શો પછી જ્યારે રૂપાલી ગાંગુલીએ ટીવી શો 'અનુપમા'માં કામ કર્યું ત્યારે તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. આ શોથી અભિનેત્રીને તે ઓળખ મળી જેની તે રાહ જોઈ રહી હતી. આ શો પછી જ રૂપાલી ગાંગુલીનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું.