શોધખોળ કરો
મુંબઇમાં ચાલીમાં રહેતો એક યુવક કેવી રીતે બની ગયો બોલિવૂડનો સુપર સ્ટાર, કોણ છે આ અભિનેતા ?
મુંબઇની ચાલીમાં રહેતા એક યુવકને એવી કઇ તક મળી કે, તે બોલિવૂડનો સુપર સ્ટાર બની ગયો. આ સુપર સ્ટાર કોણ છે અને કેવી રીતે તે બોલિવૂડ સ્ટાર બની ગયો જાણીએ

બોલિવૂડ: સુપરસ્ટાર જેકી શ્રોફ આજે 1 ફેબુઆરીએ તેમનો 64મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. જેકી શ્રોફનું મૂળ નામ જયકિશન કાકુભાઇ શ્રોફ છે. તે મુંબઇની ચાલીમાં રહેતા હતા. કેવી રીતે તેમની કરિયરની શરૂઆત થઇ જાણીએ.. બોલિવૂડમાં જગ્ગુ દાદાના નામથી પ્રસિદ્ધ જેકી શ્રોફનો ફિલ્મી સફર ખૂબ શાનદાર રહ્યો. ફિલ્મમાં હીરોથી પોતાની સફર શરૂ કરનાર જેકી શ્રોફનુ બોલિવૂડમાં ખાસ નામ છે. જો કે તેમણે તેની કરિયરમાં અનેક ચઢાવ ઉતાર જોયા છે. બધા જ ચઢાવ ઉતાર પાર કરીને તેમણે વર્ષો સુધી બોલિવૂડમાં સુપરસ્ટાર તરીકે રાજ કર્યું.
જેકીશ્રોફનો 1 ફેબ્રુઆરી 1967માં મુંબઇમાં જન્મ થયો હતો. તેઓ મુંબઇની ચાલીમાં રહેતા હતા. જો કે ગરીબાઇની સ્થિતિ હોવા છતાં પણ તેનુ દિલ બહુ મોટું છે. તે ચાલીમાં બધાની મદદ કરતા હતા. આ કારણે જ તેને ચાલીમાં બધા જ જગ્ગુ દાદા કહી બોલાવતા હતા. ગરીબાઇની સ્થિતિના કારણે જેકીએ 11માં ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. અભ્યાસ છોડ્યા બાદ તે નોકરીની શોધમાં લાગી ગયા. તેમને રસોઇ કરવાનો શોખ હોવાથી તેમણે તાજહોટલમાં નોકરી માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમને અહીં નોકરી ન મળી.
ફિલ્મ કરિયરની શરૂઆત જેકી શ્રોફ આ રીતે નોકરી માટે ભટકી રહ્યાં હતા અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા હતા. ત્યાં જ ઉભેલા એક વ્યક્તિએ તેની હાઇટ બોડી અને પર્સનાલિટી જોઇને પૂછ્યું કે, મોડલિંગ કરીશ? આ સમયે જેકી શ્રોફને પૈસાની ખૂબ જ જરૂર હતી. જેકી શ્રોફે પૂછ્યું, પૈસા મળશે? બસ અહીંથી શરૂ થયો જગ્ગુદાદાનો જેકી શ્રોફ બનવાનો સફર ... મોડલિંગ બાદ બહુ લાંબા સમય સંઘર્ષ કર્યા બાદ તેમને સુભાષ ઘઇની ફિલ્મ ‘હિરોમાં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઇ. બસ ત્યારબાદ જેકીએ ક્યારેય પાછું વળીને ન જોયું અને સુપર સ્ટાર બની ગયા. આયશા સાથે બસમાં થઇ હતી મુલાકાત એક ઇન્ટરવ્યુમાં જેકી શ્રોફે જણાવ્યું હતું કે, આયશા સાથે તેમની મુલાકાત સંઘર્ષના દિવસોમાં બસમાં થઇ હતી. બંનેએ એકબીજાને પહેલીવારમાં જોઇને પસંદ કરી લીધા હતા ત્યારબાદ મુલાકાતનો સીલસીલો શરૂ થયો હતો. થોડા સમયની મુલાકાત બાદ લગ્ન કરી લીધા. જેકી શ્રોફે જણાવ્યું કે, આયશાનું રોયલ ફેમિલી હતું જો કે તેમ છતાં તે લગ્ન કરીને મારી જોડે ચાલીમાં રહી.
જેકીશ્રોફનો 1 ફેબ્રુઆરી 1967માં મુંબઇમાં જન્મ થયો હતો. તેઓ મુંબઇની ચાલીમાં રહેતા હતા. જો કે ગરીબાઇની સ્થિતિ હોવા છતાં પણ તેનુ દિલ બહુ મોટું છે. તે ચાલીમાં બધાની મદદ કરતા હતા. આ કારણે જ તેને ચાલીમાં બધા જ જગ્ગુ દાદા કહી બોલાવતા હતા. ગરીબાઇની સ્થિતિના કારણે જેકીએ 11માં ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. અભ્યાસ છોડ્યા બાદ તે નોકરીની શોધમાં લાગી ગયા. તેમને રસોઇ કરવાનો શોખ હોવાથી તેમણે તાજહોટલમાં નોકરી માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમને અહીં નોકરી ન મળી.
ફિલ્મ કરિયરની શરૂઆત જેકી શ્રોફ આ રીતે નોકરી માટે ભટકી રહ્યાં હતા અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા હતા. ત્યાં જ ઉભેલા એક વ્યક્તિએ તેની હાઇટ બોડી અને પર્સનાલિટી જોઇને પૂછ્યું કે, મોડલિંગ કરીશ? આ સમયે જેકી શ્રોફને પૈસાની ખૂબ જ જરૂર હતી. જેકી શ્રોફે પૂછ્યું, પૈસા મળશે? બસ અહીંથી શરૂ થયો જગ્ગુદાદાનો જેકી શ્રોફ બનવાનો સફર ... મોડલિંગ બાદ બહુ લાંબા સમય સંઘર્ષ કર્યા બાદ તેમને સુભાષ ઘઇની ફિલ્મ ‘હિરોમાં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઇ. બસ ત્યારબાદ જેકીએ ક્યારેય પાછું વળીને ન જોયું અને સુપર સ્ટાર બની ગયા. આયશા સાથે બસમાં થઇ હતી મુલાકાત એક ઇન્ટરવ્યુમાં જેકી શ્રોફે જણાવ્યું હતું કે, આયશા સાથે તેમની મુલાકાત સંઘર્ષના દિવસોમાં બસમાં થઇ હતી. બંનેએ એકબીજાને પહેલીવારમાં જોઇને પસંદ કરી લીધા હતા ત્યારબાદ મુલાકાતનો સીલસીલો શરૂ થયો હતો. થોડા સમયની મુલાકાત બાદ લગ્ન કરી લીધા. જેકી શ્રોફે જણાવ્યું કે, આયશાનું રોયલ ફેમિલી હતું જો કે તેમ છતાં તે લગ્ન કરીને મારી જોડે ચાલીમાં રહી. View this post on Instagram
વધુ વાંચો





















