શોધખોળ કરો
Advertisement
સુશાંતના પિતાના વકીલનો મોટો આરોપ, કહ્યું- આત્મહત્યા નહીં પણ હત્યા થઇ છે
કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સતત ગૂંચવાતો જાય છે, હવે આ મામલે સુશાંતના પિતા કેકે સિંહના વકીલે આને મર્ડર ગણાવી દીધુ છે. કેકે સિંહના વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ રીતે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવી છે. તેમનુ કહેવું છે કે કોઇપણ સુશાંત સિંહને ફાંસીના ફંદા પર લટકતા નથી જોયો, આવામાં એ કેવી રીતે માની શકાય કે તેને આત્મહત્યા કરી હતી.
જોકે, આ મામલે વિકાસ સિંહે રિયા ચક્રવર્તી ઉપરાંત હવે તેના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેને આરોપ લગાવ્યા છે કે સિદ્ધાર્થ પિઠાણી એફઆઇઆર નોંધાયા પહેલા સતત પરિવારની મદદ કરી રહ્યો હતો, એટલુ જ નહીં તે પરિવારને સતત રિયા ચક્રવર્તી વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો, પરંતુ કેસ નોંધાયા બાદ તેને અચાનક રંગ બદલી નાંખ્યો છે.
કેકે સિંહના વકીલે ઉઠાવ્યા આ સવાલ?
ક્રાઇમ સીનની સાથે છેડછાડ કરવામાં આવી, કોઇએ સુશાંત સિંહ રાજપૂતને ફાંસીના ફંદા પર લટકતો કેમ નથી જોયો?
સિદ્ધાર્થ પિઠાણીએ કહ્યું કે, તેને ચાવી બનાવવા વાળાને બોલાવ્યો હતો, પછી ચાવી બનાવનારાની સામે ગેટ કેમ ના ખોલવામાં આવ્યો?
સિદ્ધાર્થ પિઠાણીએ ગેટ ખોલતા પહેલા ચાવી બનાવવા વાળાને બહાર કેમ મોકલી દીધો?
સુશાંત સિંહની બહેન માત્ર 10 મિનીટના દુરી પર રહેતી હતી, છતાં તેના આવવાની રાહ કેમ ના જોવાઇ?
સુશાંતના ગળામાં કપડાંનુ નહીં પરંતુ કોઇ બેલ્ટ જેવુ નિશાન હતુ?
વકીલે એ પણ આરોપ લગાવ્યો કે કેસ નોંધાય બાદ અચાનક સિદ્ધાર્થ પરિવારના વિરુદ્ધ કેમ ઉભો થઇ ગયો. કેસ નોંધાયા બાદ સિદ્ધાર્થ પિઠાણીએ પરિવારના વિરુદ્ધમાં મુંબઇ પોલીસને મેલ કર્યો જેમાં કહ્યું કે પરિવાર તેને રિયા વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કરી રહ્યાં છે. એટલુ જ નહીં રિયાએ આ મેલને સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં યૂઝ કર્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement