શોધખોળ કરો
Advertisement
અભિનેતા ઇરફાન ખાનને છે બે દિકરા બાબિલ અને અયાન, જાણો પરિવારમાં બીજુ કોણ-કોણ છે?
ઇરફાન ખાનના પરિવારમાં બે દીકરી છે અને કુલ આઠ સભ્યો છે, અભિનેતા ઇરફાન ખાનનુ પુરુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે, તેમનો જન્મ રાજસ્થાનના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનુ આજે મુંબઇની હૉસ્પીટલમાં નિધન થયુ છે, સમગ્ર દેશ અને ફિલ્મજગત શોકમાં ડુબ્યુ છે. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા ઇરફાને આજે અંતિમ શ્વાસ લીધા છે. એક્ટર ઇરફાન ખાનને બે દિકરા છે. જાણો બીજુ કોણ કોણ છે તેમના પરિવારમાં....
ઇરફાન ખાનના પરિવારમાં બે દીકરી છે અને કુલ આઠ સભ્યો છે.
અભિનેતા ઇરફાન ખાનનુ પુરુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે, તેમનો જન્મ રાજસ્થાનના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો, તેની માતાનુ નામ સઇદા બેગમ અને પિતાનુ નામ યાસીન ખાન છે. પિતા પહેલા મૃત્યુ પામ્યા હતા, અને ચાર દિવસ પહેલા તેમની માતા સઇદા બેગમનુ નિધન થયુ હતુ.
અભિનેતા ઇરફાન ખાનનો પરિવાર....
પત્ની- સુતાપા સિંકદર
મોટા દીકરાનુ નામ- બાબિલ ખાન
નાના દીકરાનુ નામ- અયાન ખાન
બહેનનુ નામ- રુકસાના બેગમ
મોટા ભાઇનું નામ- ઇમરાન ખાન
નાના ભાઇનુ નામ- સલમાન ખાન
ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમાચાર મળતાં જ નિર્દેશક અને નિર્માતા બોની કપૂર, અભિનેતા અનુપમ ખેર, જાણીતા લેખક જાવેદ અખ્તર સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
નોંધનીય છે કે, અભિનેતા ઇરફાન ખાન 'મકબૂલ', 'લાઇફ ઇન દ મેટ્રૉ', 'ધ લંચ બૉક્સ', 'પીકૂ', 'તલવાર' અને 'હિન્દી મીડિયમ' જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement