શોધખોળ કરો
Advertisement
Lucky Ali નો ગોવામાં 'O Sanam'ગીત ગાતા વીડિયો ફરી વાયરલ થયો
સિંગર લકી અલી ગાય છે, ત્યારે લોકો ફક્ત સાંભળતા જ રહે છે. ઘણીવાર તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
મુંબઈ : સિંગર લકી અલી ગાય છે, ત્યારે લોકો ફક્ત સાંભળતા જ રહે છે. ઘણીવાર તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ફરી એકવાર તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયોછે. તેમનું ગીત 'ઓ સનમ' સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યું છે. આ ગીત લોકોને 90 ના દાયકામાં પાછા લઈ જઈ રહ્યું છે.
ટેલિવિઝન અભિનેતા આમિર અલીને કારણે હવે તે જ ક્લાસિકનું વર્ઝન ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આમિર અલીએ ઈન્સ્ટાગ્રામ પર લકી અલી સાથે ઓ સનમ ગાયાની સાથે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો છે. પાંચ મિનિટની ક્લિપ શેર કરતા તેણે લખ્યું કે, તાજેતરમાં જ હું અમારા સમયના પ્રિય ગાયક લકી અલીને મળ્યો. કોઈ શબ્દો નથી, ફક્ત આ અદ્ભુત ગીતનો ફરી એક વાર આનંદ કરો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ તાજેતરમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો લકી અલીની મિત્ર નફીસા અલીએ શેર કર્યો છે. ખરેખર, ગોવા સ્થિત નફીસા અલી સોઢીએ લકી અલીનો આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં લકી ભીડની વચ્ચે 'ઓ સનમ' ગાઇ રહ્યા છે. અને ત્યાંના લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે. વીડિયોની ખાસ વાત એ છે કે લકીના અવાજમાં એક દર્દ દેખાય છે તે 'મર ભી ગએ તો .' લાઇન ગાઈને થોડા સમય માટે ગાય છે અને પછી તેના ચાહકો તેમના માટે ગાય છે અને આગળની લાઈન પૂર્ણ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement