શોધખોળ કરો
Advertisement
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં, સીએમ ઉદ્વવની હાજરીમાં પાર્ટીમાં થઇ સામેલ
ઉર્મિલા માતોંડકર આમ તો પહેલા જ રાજકીય મેદાનમાં ઉતરી ચુકી છે, આ તેની બીજી ઈનિંગ્સ હશે, તે 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડાવામાં આવી હતી. જો કે, ઉર્મિલાને ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પોતાના નવા રાજકીય સફરની શરૂઆત કરી લીધી છે. ઉર્મિલા માતોંડકર હવે શિવસેનમાં સામેલ થઇ ચૂકી છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલા માતોંડકર શિવસેનામાં સામેલ થઇ છે. ખાસ વાત છે કે શિવસેના ઉર્મિલા માતોંડકરને વિધાન પરિષદમાં મોકલવા માંગે છે.
ખરેખરમાં, ઉર્મિલા માતોંડકરને શિવસેના વિધાન પરિષદમાં મોકલવા માંગે છે. તાજેતરમાં જ રાજ્યપાલ કૉટામાંથી વિધાન પરિષધમાં નિયુક્ત કરવામાં આવનારી 12 સભ્યોની યાદી મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સીલ બંધ કવરમાં મોકલી હતી. આમાં શિવસેનાએ ઉર્મિલા માતોંડકરને પોતાના કૉટામાંથી ઉમેદવાર બનાવી છે.
મુંબઇમાં મહારાષ્ટ્રની મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના આવાસ માતોશ્રીમાં ઉર્મિલા માતોંડકરે સીએમની હાજરીમાં શિવસેનાની સદસ્યતા લીધી, વળી તાજેતરમાંજ ઉર્મિલા કોંગ્રેસ પાર્ટીને છોડી ચૂકી હતી, હવે તેને શિવસેનાનો છેડો પકડ્યો છે.
ઉર્મિલા માતોંડકર આમ તો પહેલા જ રાજકીય મેદાનમાં ઉતરી ચુકી છે, આ તેની બીજી ઈનિંગ્સ હશે, તે 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડાવામાં આવી હતી. જો કે, ઉર્મિલાને ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ હરાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement