શોધખોળ કરો

અભિનેતા દિલીપ શંકરનું નિધન, હોટલના રુમમાં મળ્યો મૃતદેહ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ 

મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા.

મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા. તેમના નિધનથી મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રો અને ચાહકો આઘાતમાં છે. રિપોર્ટ અનુસાર, હોટલના એક સ્ટાફે તેમને હોટલના રૂમમાં મૃત જોયા અને તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. ઘણા અહેવાલો કહે છે કે દિલીપ ચાર દિવસ પહેલા 'પંચાગ્નિ' નામના ટીવી શોના શૂટિંગ માટે તિરુવનંતપુરમની એક હોટલમાં રોકાયા હતા.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને મૃત હાલતમાં જોયા

દિલીપ શંકર એર્નાકુલમમાં રહે છે. હોટલના સ્ટાફે જણાવ્યું કે તે બે દિવસથી તેના રૂમમાંથી બહાર નિકળ્યા નથી. રવિવારે સવારે રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને મૃત હાલતમાં જોયા. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તિરુવનંતપુરમ  એસીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ફોરેન્સિક ટીમે રૂમની તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી આપવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, શોમાં દિલીપ સાથે કામ કરી રહેલા દિગ્દર્શકે કહ્યું કે શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો અને આ દરમિયાન દિલીપે તેના કે તેના કોઈ પણ કો-એક્ટરના કોલનો જવાબ આપ્યો ન હતો. દિગ્દર્શકે તેમને એમ પણ કહ્યું કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે.

દિલીપ શંકરના મૃત્યુની માહિતી મળતાની સાથે જ અભિનેત્રી સીમા જી નાયરે ફેસબુક પર મલયાલમ ભાષામાં એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેનો અનુવાદ છે, “તમે મને પાંચ દિવસ પહેલા ફોન કર્યો હતો અને હું વાત કરી શકી નહોતી કારણ કે તે દિવસે મને માથામાં દુખાવો હતો. હવે મને આ સમાચારની ખબર ત્યારે પડી જ્યારે એક પત્રકારે મને ફોન કર્યો. દિલીપ તમને શું થયું... આવું કેમ થયું, ભગવાન, મને શું લખવું એ પણ સમજાતું નથી... તમને મારી શ્રદ્ધાંજલિ.”

કોણ હતા દિલીપ શંકર ?

દિલીપ મલયાલમ ફિલ્મ અને ટીવી જગતનો જાણીતો ચહેરો હતા. તેમણે 'અમ્મારિયાથે', 'સુંદરી' અને 'પંચાગ્નિ' જેવા હિટ ટીવી શોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે 2011માં 'ચપ્પા કુરીશ' અને 2013માં 'નોર્થ 24' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Embed widget